લીલી તુવેરના ઢેખરા (Green Pigeon Peas Dhekhra Recipe In Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara

#KS1
#cookpadindia
#cookpadgujarati
#લીલી_તુવેરના_ઢેખરા ( Green Pigeon Peas Dhekhra Recipe in Gujarati )
આ ઢેખરા એ સાઉથ ગુજરાત ની ટ્રેડિશનલ લોકપ્રિય વાનગી છે. જે અનાવિલ બ્રાહ્મણ સમુદાય ના લોકો દ્વારા વધારે બનાવવામાં આવે છે. આ ઢેખરા તુવેર ના દાણા , ચોખા નો લોટ ને બીજા લોટ અને મસાલાઓ ઉમેરી ને બનાવવામાં આવે છે. આ એકદમ અલગ પ્રકારની વાનગી ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઢેખરા ને ચા અને કોફી સાથે નાસ્તા તરીકે પીરસવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 1.5 કપપાણી
  2. 2 ટી સ્પૂનઆદુ ની પેસ્ટ
  3. 1 લીલા મરચાં ની પેસ્ટ
  4. 2 ટી સ્પૂનસફેદ તલ
  5. 2 ટેબલ સ્પૂનગોળ
  6. 1/2 ટી સ્પૂનહળદર પાઉડર
  7. 1 કપતુવેર દાણા બાફેલા
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 1 કપચોખા નો લોટ
  10. 2 ટેબલ સ્પૂનઘઉં નો જીનો લોટ
  11. 2 ટેબલ સ્પૂનજુવાર નો લોટ
  12. 1 ટેબલ સ્પૂનચણા નો લોટ (બેસન)
  13. 2 ટેબલ સ્પૂનલીલી કોથમીર ના પાન
  14. તેલ તળવા માટે જરૂરી મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તુવેર દાણા ને ધોઇ ને પ્રેશર કુકરમાં ત્રણ સિટી વગાડી બાફી લો. ને કૂકર ને જાતે ઠંડુ થવા દો.

  2. 2

    હવે એક પેન કે કઢાઈ મા પાણી ઉમેરી તેમાં આદુ ની પેસ્ટ, લીલા મરચા ની પેસ્ટ, સફેદ તલ, ગોળ અને હળદર પાઉડર ઉમેરી મિક્સ કરી લેવું ને પાણી ને સ્લો ગેસ પર ઉકળવા દેવું.

  3. 3

    હવે આ ઊકળતા પાણી માં બાફેલા તુવેર ના દાણા અને મીઠું ઉમેરી બરાબર મિકસ કરી લો.

  4. 4

    હવે આમાં ચોખા નો લોટ, ઘઉં નો લોટ, જુવાર નો લોટ અને ચણા નો લોટ ઉમેરી વેલણ થી બરાબર મિક્સ કરી સ્લો ગેસ પર થોડી વાર ઢાંકણ ઢાંકી ને કૂક કરી લો. ત્યાર બાદ ગેસ ની આંચ બંધ કરી એ જ કઢાઈ માં લોટ ને 10 મિનિટ માટે સિજવા દો.

  5. 5

    હવે ઢેખરા નું મિશ્રણ ઠરી જાય એમાં લીલી કોથમીર ના પાન ઉમેરી બરાબર લોટ મસળી લો. લોટ ને મસળી ને એકદમ મુલાયમ કરી લેવો. હવે હાથ માં તેલ લગાવી લોટ ને લીંબુ ની સાઇઝ ના ગોળા બનાવી હાથ થી દબાવી થેપલી બનાવી લો.

  6. 6

    હવે એક પેન મા તેલ ગરમ કરી તેમાં ઢેખરા મીડીયમ ટુ હાઈ ગેસ પર બંને બાજુ ગોલ્ડન તળી લો.

  7. 7

    હવે આપણા સ્વાદિસ્ટ લીલી તુવેર ના ઢેખરા તૈયાર છે સર્વ કરવા માટે. આ ઢેખરા ને લીલી ચટણી કે ટોમેટો સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes