પનીર બ્રેડ પકોડા (Paneer Bread Pakoda Recipe In Gujarati)

payal Prajapati patel
payal Prajapati patel @payal_homechef
અમદાવાદ

#MyFirstRecipe
#ઓક્ટોબર
#GA4
#Week3
#Pakoda
#Post1

આ પકોડા માં પનીર હોવાથી આ પકોડા બહુ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે

પનીર બ્રેડ પકોડા (Paneer Bread Pakoda Recipe In Gujarati)

#MyFirstRecipe
#ઓક્ટોબર
#GA4
#Week3
#Pakoda
#Post1

આ પકોડા માં પનીર હોવાથી આ પકોડા બહુ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક ૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામબટાકા
  2. ૨ કપચણાનો લોટ
  3. ૧ કપપાણી
  4. ૨ ટેબલ સ્પૂનલાલ મરચું
  5. ૨ ટી સ્પૂનહળદર
  6. ૧ ટીસ્પૂનધાણાજીરું
  7. ૧ ટીસ્પૂનખાંડ
  8. ૧ ટેબલ સ્પૂનઆમચુર પાઉડર
  9. સ્વાદાનુસારમીઠું
  10. ૧૦૦ ગ્રામકોથમીર
  11. ૫ નંગલીલા મરચાં
  12. ૧ ટીસ્પૂનઈનો
  13. ૨૦૦ ગ્રામપનીર
  14. ૧ ટીસ્પૂનચીલી ફ્લેક્સ
  15. ૧ ટેબલ સ્પૂનઓરેગાનો
  16. ૧ ટેબલ સ્પૂનમિક્સ હર્બ
  17. જરૂર મુજબ તેલ તળવા માટે
  18. ૧ પેકેટબ્રેડ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મિક્સર જારમાં કોથમીર,લીલા મરચાં,મીઠું અને તેલ નાખીને ચટણી બનાવી લો

  2. 2

    હવે બટાકા ને બાફી ને છાલ ઉતારી ને છીણી લો. એમાં મરચું, મીઠું, હળદર, ધાણાજીરું, આમચુર પાઉડર,ખાંડ નાખી ને મિક્સ કરી લો.

  3. 3

    હવે પનીર ની પાતળી સ્લાઈસ કરી તેમા ચીલી ફ્લેક્સ,ઓરેગાનો, મીક્સ હર્બ અને એક ચમચી તેલ નાખી બરાબર મિક્સ કરી ને મૂકી દો.

  4. 4

    હવે બે બ્રેડ લઈ બન્ને પર ગ્રીન ચટણી લગાવીને તેની ઉપર બટાકા નો માવો લગાવી દો. હવે એક બ્રેડ પર પનીર ની સ્લાઈસ મૂકી બીજી બ્રેડ મૂકી ને બંધ કરી દો. અને તેના ચાર સરખા ભાગ કરી લો.

  5. 5

    હવે એક બાઉલમાં ચણાનો લોટ, મીઠું, મરચું, હળદર, હીંગ, ઝીણી સમારેલી કોથમીર,પાણી નાખી ને મિક્સ કરી લો. ઘટ્ટ ખીરું તૈયાર કરો. હવે તેમાં ઈનો નાંખી ને મિક્સ કરી લો.

  6. 6

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલા બ્રેડ ને ખીરા માં ડુબાડી ને બરાબર કોટ કરી ને ધીમાં તાપે તળી લો. ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.

  7. 7

    આ પકોડા ને ગરમા ગરમ ચા, ટોમેટો કેચઅપ અને લીલી ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
payal Prajapati patel
payal Prajapati patel @payal_homechef
પર
અમદાવાદ
I love cooking. I m pharmacist by profession nd homebaker by passion
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes