ગુવાર ઢોકળી નુ શાક (Guvar Dhokli Sabji Recipe In Gujarati)

Devi Amlani
Devi Amlani @cook_26738340

અહીં મેં ગુવાર ઢોકરી નુ શાક બનાવ્યું છે જે મને અને મારા મમ્મીને ખૂબ જ ભાવે છે અને આ શાક મારા નાનીમાએ શીખવ્યું છે
#GA4
#Week4
#post1

ગુવાર ઢોકળી નુ શાક (Guvar Dhokli Sabji Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

અહીં મેં ગુવાર ઢોકરી નુ શાક બનાવ્યું છે જે મને અને મારા મમ્મીને ખૂબ જ ભાવે છે અને આ શાક મારા નાનીમાએ શીખવ્યું છે
#GA4
#Week4
#post1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે લોકો
  1. 100 ગ્રામગુવાર
  2. 100 ગ્રામચણાનો લોટ
  3. 1 ચમચીરાઈ
  4. 1 ચમચીજીરૂ
  5. 1 ચમચીહળદર પાઉડર
  6. 2 ચમચીધાણાજીરું પાઉડર
  7. 2 ચમચીમરચું પાઉડર
  8. જરૂરિયાત પ્રમાણે મીઠું
  9. 5 ચમચીતેલ
  10. 2 ગ્લાસપાણી
  11. 2 નંગટામેટાં ઝીણા સમારેલા
  12. 1 ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમવાર ને સમારી લો અને એક કૂકરમાં ચાર ચમચી તેલ મૂકો અને રાઈ અને જીરું નો વઘાર કરી ગુવાર અને ટામેટાં નાખી દો અને પાંચ વિસલ વગાડી શાક બનાવો

  2. 2

    હવે ઢોકળી બનાવવા માટે એક તપેલીમાં પાણી લો પાણી ઉકળે ત્યારે તેમાં મીઠું જીરું અને એક ચમચી તેલ નાખી દો

  3. 3

    ત્યારબાદ તેમાં બેસન નાખી એટલે કે ચણાનો લોટ નાખી એકદમ હલાવો અને પાંચ મિનિટ સુધી ઢાંકીને રાખો

  4. 4

    પાંચ મિનિટ પછી આ બેસનના મિત્રોને એક તેલ લગાવેલી થાળીમાં પાથરો અને મનપસંદ નાના કટકા કરો

  5. 5

    હવે તૈયાર થયેલા ગુવાર ના શાક માં આ ઢોકરી નાખો અને પસંદ હોય તો અહીં થોડી ખાંડ પણ ઉમેરી શકાય આ રીતે ગુવાર ઢોકળી નું શાક તૈયાર છે

  6. 6

    પાંચ મિનિટ પછી તેલ છૂટું પડે પછી ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devi Amlani
Devi Amlani @cook_26738340
પર

ટિપ્પણીઓ

Similar Recipes