ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)

Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
Ahmedabad

#MA
#Cookpadindia
#Cookpadgujrat
ગુજરાતી થાળી માં શાક નું આગવું મહત્વ હોય છે. જમવા માં દરરોજ અલગ અલગ શાક સાથે રોટલી પરોઠા એ આપણા રોજિંદા જીવન નો એક ભાગ જ છે.ગવાર ઢોકળી નું શાક દરેક ના ઘર માં બનતું જ હોય છે.મારા મમ્મી પાસે થી શિખેલ એવું ગવાર ઢોકળી નું શાક બનાવ્યું છે.નાની નાની ગોળ ગોળ ઢોકળી બનાવતા મારા mummy એ જ મને શીખવાડેલું.ખૂબ જ ટેસ્ટી અને રૂટિન માં બનાવી શકાય એવું આ શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 થી 5 વ્યક્તિ
  1. 250 ગ્રામગવાર
  2. 3 ચમચીચણાનો લોટ
  3. 2 ચમચીઘઉં નો લોટ
  4. 1લીલું મરચું ઝીણું સમારેલું
  5. 1/2 ચમચીઆદુ નું છીણ
  6. 1/2 ચમચીલસણ ની લાલ ચટણી
  7. 2 ચમચીધાણાજીરૂ પાઉડર
  8. 1 ચમચીહળદર
  9. 1 ચમચીલાલ મરચાનો પાઉડર
  10. 3 ચમચીતેલ
  11. 1/2 ચમચીખાંડ
  12. 1/2 ચમચીરાઈ જીરૂ મિક્સ
  13. 1/2 ચમચીગરમ મસાલો
  14. 2 ચમચીસમારેલી કોથમીર
  15. ચપટીઅજમો
  16. ચપટીહિંગ
  17. મીઠું જરૂર મુજબ
  18. પાણી જરૂર મુજબ
  19. ચપટીસાજી ના ફૂલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પેલા આપને એક બાઉલ માં ઘઉં અને ચણા નો લોટ મિક્સ કરી તેમાં આદુ,મરચા, થોડી હળદર,મીઠું,અજમો,અને 1/2 ચમચી તેલ અને સાજી ના ફૂલ નાખી થોડું પાણી નાખી લોટ બાંધી લઈ એ.તૈયાર કરેલા લોટ માંથી હાથે થી નાની નાની ઢોકળી વાળી લઈ એ.

  2. 2

    હવે એક કડાઈ માં બે ગ્લાસ પાણી ઉકળવા મૂકી એ પાણી ઉકળી જયાએટલે તૈયાર ઢોકળી ઉમેરી ને 10 મિનિટ ઉકાળી લઈ એ ઢોકળી ચઢી જાય એટલે ગેસ બંધ કરી દહીં એ.અને ઢોકળી ને પાણી મા જ રાખીશું.

  3. 3

    હવે કુકર માં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરૂ તતળવો,pchhi તેમાં હિંગ નાખી લસણ નો ચટણી ઉમેરી હલાવો અને તેમાં ગવાર ઉમેરી મિક્સ કરો.તેના હળદર,ધાણાજીરૂ,લાલ મરચાનો પાઉડર,ગરમ મસાલો,ખાંડ અને જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરો.હવે તેમાં તૈયાર કરેલ ઢોકળી ઉમેરો અને હલાવો.તે માં ઢોકળી વાળું જ પાણી એક ગ્લાસ જેટલું ઉમેરો અને હલાવી ને કુકર બંધ કરો.ચાર થી પાંચ વ્હિસલ કુકર ની થાય એટલે ગેસ બંધ કરો.

  4. 4

    કુકર ઠંડુ પડે એટલે ખોલી ને ઉપર થી કોથમીર ભભરાવો અને તૈયાર છે ગવાર ઢોકળી નું શાક.ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
પર
Ahmedabad

Similar Recipes