ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)

thakkarmansi
thakkarmansi @cook_26361539
vyara

#trend3 (સૌ નું મનગમતું જમવાનું એટલે કાઠિયાવાડી)

ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)

#trend3 (સૌ નું મનગમતું જમવાનું એટલે કાઠિયાવાડી)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સેવ ટામેટાં નું સાક
  2. 3ટામેટાં
  3. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  4. 1 ચમચીધાણાજીરું
  5. ચપટીહળદર
  6. સ્વાદાનુસાર મીઠું
  7. જરૂર મુજબ પ્રમાણસર પાણી
  8. જરૂર મુજબ ઝીણી સેવ
  9. પ્રમાણસર ખાંડ
  10. વઘારેલો ભાત
  11. 1-1/2 કપચોખા
  12. 2/5 કપપાણી
  13. 2કાંદા
  14. 1વેંગણ
  15. 1બટાકા
  16. જરૂર મુજબ તુવેર ના દાણા
  17. પ્રમાણસર મીઠું
  18. 1 મોટી ચમચીતેલ
  19. 1/4 ટીસ્પૂનરાઈ
  20. 1/4 ટીસ્પૂનજીરુ
  21. ચપટીહિંગ
  22. 1 ટીસ્પૂનકાશ્મીરી લાલ મરચું
  23. 1 ટીસ્પૂનગરમ મસાલો
  24. 1 ટીસ્પૂનહળદર
  25. જરૂર મુજબ સર્વિંગ માટે માખણ, લસણની ચટણી અને ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ભાત વઘારવા માટે પહેલાં કૂકરમાં તેલ મૂકો. પછી તેમાં રાઇ જીરૂ નાખો. હવે તેમા બેંગન ઝીણા સમારેલા,બટાકા, કાંદા, તુવેરના દાણા નાખી ચડવા દો. પછી તેમાં પાણી નાખો. હવે તેમાં ગરમ મસાલો, મીઠું, મરચું,ધાણાજીરુ,હળદર ઉમેરો. હવે તેમાં ચોખા ઉમેરી દો. ચાર થી પાંચ સીટી વાગે એટલે ગેસ બંધ કરી દો. ભાત રેડી છે.

  2. 2

    હવે સેવ ટમેટાનું શાક માટે એક પેનમાં તેલ મૂકો. તેમાં રાઈ,જીરું અને હિંગ નાખો. હવે તેમાં ટામેટા સમારેલા નાખો. થોડો રસો થાય એટલે એમાં થોડુંક પાણી ઉમેરો. પછી તેમાં મરચું, ધાણાજીરુ, મીઠું ઉમેરી મિક્સ કરો. હવે તેમાં ઝીણી સેવ નાખી ખાંડ નાખી મિક્સ કરો. હવે સર્વિંગ બાઉલમાં શાક લઈને એના ઉપર કોથમીર નાખી ભાખરી કે રોટલા સાથે સર્વ કરો.

  3. 3

    ગુજરાતી થાળી છે એટલે માખણ અને લસણની ચટણી વગર તો મજા જ આવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
thakkarmansi
thakkarmansi @cook_26361539
પર
vyara
cooking is my first love.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes