આણંદ ની પ્રખ્યાત અમીરી સેવ ખમણી (Anand Famous Amiri Sev Khamani Recipe In Gujarati)

#CT
મારું શહેર આણંદ આણંદનું નામ આવે એટલે એશિયાની વિશ્વવિખ્યાત અમુલ ડેરી યાદ આવે પણ amul ડેરી ની જેમ જ અહીંની વાનગીઓ પણ ખૂબ પ્રખ્યાત છે જેમકે સર્વોદય શ્રીખંડ અંબિકા ની પેટીસ પણ હું જે રેસિપી શેર કરવા જઈ રહી છું તે યોગેશ ની સેવ ખમણી જે સ્વાદમાં ખાટી મીઠી અને તીખી હોવાથી મને ખૂબ જ ભાવે છે તમે પણ ટ્રાય કરજો તમને પણ ખુબ મજા આવશે
આણંદ ની પ્રખ્યાત અમીરી સેવ ખમણી (Anand Famous Amiri Sev Khamani Recipe In Gujarati)
#CT
મારું શહેર આણંદ આણંદનું નામ આવે એટલે એશિયાની વિશ્વવિખ્યાત અમુલ ડેરી યાદ આવે પણ amul ડેરી ની જેમ જ અહીંની વાનગીઓ પણ ખૂબ પ્રખ્યાત છે જેમકે સર્વોદય શ્રીખંડ અંબિકા ની પેટીસ પણ હું જે રેસિપી શેર કરવા જઈ રહી છું તે યોગેશ ની સેવ ખમણી જે સ્વાદમાં ખાટી મીઠી અને તીખી હોવાથી મને ખૂબ જ ભાવે છે તમે પણ ટ્રાય કરજો તમને પણ ખુબ મજા આવશે
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળને છથી સાત કલાક પલાળી રાખો પછી તેને મિક્સરમાં લીલા મરચા આદુ અને લસણ નાખી ક્રશ કરી લો
- 2
આ મિક્સરને એક બાઉલમાં કાઢી સ્વાદ મુજબ મીઠું લીંબુ નો રસ ખાંડ અને હિંગ ઉમેરી બધુ બરાબર હલાવી લો એક બાજુ ઢોકળીયામાં પાણી ગરમ કરવા મૂકો અને થાળીમાં તેલ લગાવી મૂકો હવે ખીરામાં એક ચમચી ઈનો ઉમેરી એક બાજુ બરાબર હલાવી લો
- 3
આ ખીરાને તે લગાવેલી થાળીમાં મૂકી ઢોકળીયામાં મૂકી દસથી પંદર મિનિટ સુધી થવા દો
- 4
હવે થાળી માં સળી લગાવી જોઈ લો બરાબર થઈ જાય સળી ને ચોંટે નહીં તો થાળી તૈયાર છે ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દો હવે જેની મદદથી તેને છીણી લો સરસ છુટ્ટી ખમણી તૈયાર થશે
- 5
એક કડાઈમાં ૩ ચમચી તેલ મૂકો તેલ ગરમ થાય એટલે રાઈ ઉમેરો રાઈ તતડે એટલે તલ ઉમેરો હીંગ ઉમેરો મીઠા લીમડાના પાન અને લીલા મરચું સમારેલુ ઉમેરો બધું બરાબર સાંતળી લો હવે તેમાં પા કપ જેટલું પાણી ઉમેરો તેમાં ખાંડ અને સ્વાદ મુજબ મીઠુ ઉમેરી બધું હલાવી પાણી ઉકળવા દો
- 6
પાણી ઊકળે એટલે તેમાં ખમણી ઉમેરી દો હવે બધું બરાબર હલાવી લો બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો લીંબુનો રસ અને કોથમીર નાખી હલાવી દો કાજુ દ્રાક્ષ પણ ઉમેરી દો
- 7
ખમણી ને એક ડીશમાં કાઢી તેના પર ઝીણી નાયલોન સેવ ઉમેરો દાડમના દાણા કાજુ દ્રાક્ષ અને ધાણા ઉમેરી ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે ખાટી-મીઠી તીખી એવી અમીરી સેવ ખમણી તમે ચોક્કસ ટ્રાય કરજો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેવ ખમણી (Sev khamani recipe in Gujarati)
સેવ ખમણી ગુજરાતી લોકોનું પ્રિય ફરસાણ છે જે ચણાની દાળમાંથી બનાવવામાં આવે છે. સેવ ખમણી બે રીતે બને છે. ટ્રેડિશનલ સેવ ખમણી વાટેલી ચણાની દાળને ધીરા તાપે પકાવીને બનાવવામાં આવે છે જ્યારે ઇન્સ્ટન્ટ સેવ ખમણી ખમણ ની જેમ સ્ટીમ કરીને પછી તેનો ભૂકો કરી ને બનાવવામાં આવે છે. મેં અહીંયા ટ્રેડિશનલ રીતે સેવ ખમણી બનાવવી છે જે ખૂબ જ પોચી અને સ્વાદિષ્ટ બને છે.#CB7#cookpadindia#cookpad_gu spicequeen -
સેવ ખમણી (Sev Khamni Recpie In Gujarati)
#CB7#Week7સેવ ખમણી સુરત ની ફેમસ ડિશ છે, સેવ ખમણી ખમણ ઢોકળાનો બીજું વર્ઝન કહેવામાં આવે છે. સેવ ખમણી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Rachana Sagala -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindiaમગની દાળ ની સેવ ખમણી સાથે નાયલોન સેવ ઉપરાંત, ટોમેટો સેવ સાથે ખૂબ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#RC1#cookpadguj#cookpad#cookpadindiaસેવ ખમણી એટલે ગુજરાતીઓની બારેમાસની ફેવરિટ આઈટેમ. આ સેવ ખમણી માં ખાટો મીઠો અને તીખો ત્રણેય સ્વાદનો સંગમ હોય છે. સાથે સાથે તેનો કલર અને ગાર્નીશિંગ કરેલ વસ્તુઓ મન મોહી લે છે. તેથી તે સૌને પ્રિય હોય છે. વડી એકદમ સોફ્ટ!!વડી સેવ ખમણી મોર્નિંગ નાસ્તામાં તથા પાર્ટી માટે પણ પસંદ કરી શકાય છે. Neeru Thakkar -
સેવ ખમણી (Sev Khamni recipe In Gujarati)
#trend4 સેવ ખમણી ગુજરાતનું સ્ટ્રીટ ફૂડ છે નાના-મોટા સૌને ખૂબ જ ભાવે છે તે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી પણ છે Arti Desai -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતની ફેમસ રેસીપી સુરતી સેવ ખમણી. આ સેવ ખમણી ને સ્ટીમ કરીને બનાવવામાં આવે છે. આ સેવ ખમણી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે નાના તથા મોટા સૌની મનપસંદ વાનગી છે. તો ચાલો આજની સુરતી સેવ ખમણી રેસીપી શરૂ કરીએ.#GA4#Week8 Nayana Pandya -
સેવ ખમણી (Sev khamani recipe in Gujarati)
#CB7#week7#cookpadindia#cookpadgujarati સેવ ખમણી એક ગુજરાતી વાનગી છે. આ વાનગી ગુજરાતમાં સ્ટ્રીટ ફૂડ તરીકે પણ ઘણી પ્રખ્યાત છે. ખમણ ઢોકળા માંથી બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેનો સ્વાદ થોડો ગળ્યો, ખાટો અને તીખો હોય છે. ખમણ ઢોકળાના ચુરામાં ઝીણી સેવ, દાડમ, કોથમીર અને ઝીણા સમારેલા લીલા મરચા ઉમેરી આ વાનગી સર્વ કરવામાં આવે છે. ગુજરાતમાં સેવ ખમણી તેની એક સ્પેશિયલ ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#Trend#week4#post1# સેવ ખમણી.રેસીપી નંબર 90.સુરતનું જમણ હંમેશા વખણાતું આવ્યું છે અને તેમાં પણ સુરતી સેવ-ખમણી ખુબ જ વખણાય છે તેમાં આજે થોડો સુધારો કરી મકાઈ ની સિઝન હોવાથી મેં તેમાં વાપરી છે. Jyoti Shah -
ચટપટી ગુજરાતી સેવ ખમણી (Chatpati Gujarati Sev Khamani Recipe In
#PSબ્રેકફાસ્ટમાં ચટપટી ગુજરાતી એવી સેવ ખમણી મેં બનાવી છે .આ સેવ ખમણી નો ટેસ્ટ ખાટો, મીઠો અને તીખો હોય છે એટલે ખાવાની ખૂબ જ મજા આવે છે. Jayshree Doshi -
અમીરી સેવ ખમણી (Amiri Sev Khamni Recipe in Gujarati)
#CTઆમતો સેવખમણી બધેજ મળતી હશે , પણ અમારા અમદાવાદ મણિનગર માં લિજ્જત ની સેવખમણી ખૂબ ફેમસ છે, આ સેવ ખમણી તે લોકોની અમીરી સેવ ખમણી એટલેકે તે કાજુધ્રાક્સ નાખે છે એવીજ મેં બનાવા નો પ્રયત્ન કર્યો છે ,મારા ઘરના ને ખૂબ પસંદ છેઆશા રાખું જરૂર ગમશે. Harshida Thakar -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CT#Cookpadgujrati#Cookpadindiaઅમદાવાદ શહેર ના લોકો ખાવા પીવા ના ખૂબ જ શોખીન.જા ત જાત ના ફરસાણ મળે છે અમદાવાદ માં સેવ ખમણી પણ ફરસાણ જ છે.મહેતા ની, દાસ ની કે લિજ્જત ની સેવ ખમણી અમદાવાદ ના લોકો ની પેલી પસંદ છે.સેવ ખમણી નો ટેસ્ટ તેની ચટણી માં ખાસ રહેલો છે.માટે મે અહી સેવ ખમણી ની સાથે ચટણી ની પણ રેસિપી આપી છે. Bansi Chotaliya Chavda -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#Trend4#week4સેવખમણી ચણાની દાળ માંથી બને છે. ચણાની દાળ શરીરમાં આયન ની ઉણપને પૂરા કરી શકે છે અને હીમોગ્લોબિનનો સ્તર વધારવામાં મદદ કરે છે. એમાં રહેલ અમીનો એસિડ શરીરની કોશિકાઓને મજબૂત કરવામાં મદદગાર છે. ચણાની દાળનો સેવન કરી તમે કબ્જ જેવી સમસ્યાઓથી સરળતાથી છુટકારો મેળવી શકે છે. આટલું જ નહી ,કમળા જેવા રોગમાં ચણાની દાળનો સેવન બહુ ફાયદાકારી હોય છે.ફાઈબરથી ભરપૂર ચણાની દાળ કોલેસ્ટ્રોલને ઓછું કરશે.ચણાની દાળ જિંક કેલ્શિયમ પ્રોટીન ફોલેટ વગેરેથી ભરપૂર હોવાના કારણે તમને જરૂરી ઉર્જા આપે છે. આ સિવાય આ પેટની સમસ્યાઓ માટે પણ ફાયદાકારી છે. દાડમ થી પણ લોહી વધે છે. દાડમ માં વિટામીન K, C અને B તેમજ આયઁન હોય છે. Neelam Patel -
સેવ ખમણી(અમીરી ખમણ)
#CT#cookpadgujrati#cookpadindiaઅમદાવાદ શહેર ના લોકો ખાવા પીવા ના ખૂબ જ શોખીન.જા ત જાત ના ફરસાણ મળે છે અમદાવાદ માં સેવ ખમણી પણ ફરસાણ જ છે.મહેતા ની, દાસ ની કે લિજ્જત ની સેવ ખમણી અમદાવાદ ના લોકો ની પેલી પસંદ છે.સેવ ખમણી નો ટેસ્ટ તેની ચટણી માં ખાસ રહેલો છે.માટે મે અહી સેવ ખમણી ની સાથે ચટણી ની પણ રેસિપી આપી છે. Bansi Chotaliya Chavda -
-
-
ઈનસ્ટન્ટ સેવ ખમણી(Instant sev khamani Recipe In Gujarati)
#Trend4#Week4 સેવ ખમણી, નામ સાંભળી ને જ મ્હોં માં પાણી આવી જાય. સેવ ખમણી એ ગુજરાત નું પ્રખ્યાત ફરસાણ છે જે ખમણ માંથી બનાવા માં આવે છે. સુરતી સેવ ખમણી એમાં બહુ જ પ્રખ્યાત. આમ તો સેવ ખમણી બનાવી બહુ જ સહેલી હોય છે. એમાં વધારે મેહનત કરવી પડતી નથી. Sheetal Chovatiya -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7 #Week-7 સુરત ની પ્રખ્યાત સેવ ખમણી અને ચટણી. સેવ ખમણી અમીરી ખમણ ના નામે પણ ઓળખાય છે. દરેક જગ્યાએ બનાવવાની રીત પણ જુદી જુદી છે. આજે મે પારંપરિક રીત પ્રમાણે બનાવી છે. આ રીતે ખૂબ દાણેદાર અને સ્વાદિષ્ટ બને છે. સેવ ખમણી ની ચટણી સ્વાદ માં આ રીતે જ તીખી અને મીઠી બને છે. Dipika Bhalla -
સેવ ખમણી(Sev khamani Recipe in Gujarati)
સેવ ખમણી ગુજરાતી ડીસ ગણાય છે તે ચણા ની દાળ ને પલાળી અને પીસીને બનાવેલી છે સેવ ખમણી ગુજરાતી બ્રેકફાસ્ટ પણ ગણાય છે તે સૂરત ની ફેમસ ડીસ તરીકે પણ ઓળખવામાં આવે છે Dipti Patel -
અમીરી સેવ ખમણી (Amiri Sev Khamni Rcipe In Gujarati)
#GCR#Bppa special recipe#Ankut-prasad recipe ગણપતિ દાદા ના અન્નકૂટ મા મે કાજુ ,દ્રાક્ષ થી ભરપુર સેવ ખમણી બનાવી છે Saroj Shah -
ઇન્સ્ટન્ટ સેવ ખમણી (instant sev khamani recipe in Gujarati) (Jain)
#CB7#week7#chhappanbhog#sevkhamani#instant#breakfast#Surat#cookpadIndia#cookpadGujarati સેવ ખમણી સુરત નું પ્રખ્યાત ફરસાણ છે, જે ખમણ ના ભુકા માંથી તૈયાર કરવામાં આવે છે. જુદા જુદા શહેરમાં જુદી જુદી પ્રકારે સેવ ખમણી તૈયાર કરીને સર્વ કરવામાં આવે છે. સામાન્ય રીતે સેવ ખમણી બનાવવા માટે ચણાની દાળને પલાળી તેને વાટીને તેમાંથી ખમણ તૈયાર કરી, તેનો ભૂકો કરી ને એટલે કે ખમણીને તેમાંથી સેવ ખમણી તૈયાર કરવામાં આવે છે. પરંતુ ક્યારેક જો અચાનક ઈચ્છા થઈ જાય કે સેવ ખમણી બનાવીને ખાવી છે અથવા તો અચાનક કોઈ મહેમાન આવી જાય અને ગરમ નાસ્તો સર્વ કરવો હોય તો આ રીતે ઇન્સ્ટન્ટ સેવ ખમણી બનાવીને સર્વ કરી શકાય છે. એની સાથે મેં અમદાવાદની પ્રખ્યાત અમીરી સેવ ખમણી માં જે પપૈયાનું કચુંબર સેવ ખમણી સાથે સર્વ કરવામાં આવે છે તે પણ તૈયાર કરીને સર્વ કરેલ છે. જેથી સેવ ખમણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ઉપરાંત તેની સાથે ગ્રીન ચટણી, જીણી સેવ, દાડમના દાણા વગેરે સર્વ કરેલ છે. Shweta Shah -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
સેવ ખમણી ખાવામાં સરસ લાગે છે 😋 તો આજે મેં સવાર ના નાસ્તા માટે સેવ ખમણી બનાવી હતી. Sonal Modha -
ઇન્સ્ટન્ટ સેવ ખમણી (Instant Sev Khamani Recipe In Gujarati)
સેવ ખમણી સુરત શહેર ની ફેમસ છેઅમદાવાદ ની પણ ફેમસ છેસુરત મા બનતી સેવ ખમણી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB7#week7 chef Nidhi Bole -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7Week7સેવ ખમણી એ સુરતની ફેમસ રેસીપી છે અને માઇક્રોવેવ માં સેવ ખમણી ઇન્સ્ટન્ટ બની જાય છે આથો લાવવાની પણ જરૂર પડતી નથી ફક્ત બે કલાક દાળ પલાળો એટલે સેવ ખમણી તૈયાર Kalpana Mavani -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#SD#cookpad#cookpadindia#coolpadgujarati#breakfast Neeru Thakkar -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7સેવ ખમણી: ખુબજ ઓછી મહેનતમાં અને એકદમ ઓછા સમય માં આ ગુજરાતીઓ નુ ફેવરિટ ફરસાણ છે Juliben Dave -
અમીરી સેવ ખમણી
#બેસનસેવ ખમણી એ ગુજરાત ની એક ખાસ વાનગી છે જે ચણા ના લોટ માંથી બને છે અને ખાવામાં થોડી ચટપટી, ખટ મીઠી હોય છે. આમાં લસણ, આદુ મરચા અને ખાંડ લીંબુ ના સ્વાદ થી ભરપુર હોય છે. આને અમીરી સેવ ખમણી પણ કહે છે કેમ કે આમાં સૂકી દ્રાક્ષ અને કાજુ પણ હોય છે અને દાડમ ના દાણા અને નાયલોન સેવ સાથે પીરસાય છે. ગુજરાત ના એક ફેમસ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ આનો સમાવેશ થાય છે. punam -
-
સેવ ખમણી (Sev Khmani Recipe In Gujarati)
#GA4 #Week7 #Breakfastસેવ ખમણી એ ગુજરાત રાજ્ય ના સુરત શહેર નું ખાસ ફરસાણ છે. આનો સ્વાદ મીઠો, તીખો, ખાટો હોય છે આ સેવ ખમણી ને દાડમ ના દાણા અને સેવ સાથે સર્વ કરવામાં આવે છે. Nidhi Popat -
સેવ ખમણી(Sev Khamani Recipe in Gujarati)
સુરત ની ફેમસ વાનગી અને સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ ખવાતી ટ્રેડિશનલ વાનગી છે.#trend4 Rajni Sanghavi -
More Recipes
ટિપ્પણીઓ (3)