પનીર પોટ સ્ટીકર્સ (Paneer potstickers recipe in Gujarati)

Shraddha Padhar
Shraddha Padhar @cook_22557127

#GA4
#week6
#paneer

પનીર પોટસ્ટીકર્સ એક જાપાનીઝ વાનગી છે. જેની પાછળ એક તથ્ય એ છે કે ત્યાંનાં એક પ્રખ્યાત સેફ મોમોઝ બનાવવા મૂકી ક્યાંક જતાં રહ્યાં ને ભૂલી ગયા, થોડા સમય પછી જોયું તો પાણી બધું બળી ગયું ને તેલનું લેયર રહી ગયું હતું. જેમાં મોમોઝ ની નીચેની સપાટી ફ્રાય થઈને ક્રિસ્પ થઈ ગઈ હતી જે ખૂબ જ ટેસ્ટી લાગતું હતું. ત્યાંરથી આ વાનગી ને એક નામ મળી ગયું, પોટ સ્ટીકર્સ.

પનીર પોટ સ્ટીકર્સ (Paneer potstickers recipe in Gujarati)

#GA4
#week6
#paneer

પનીર પોટસ્ટીકર્સ એક જાપાનીઝ વાનગી છે. જેની પાછળ એક તથ્ય એ છે કે ત્યાંનાં એક પ્રખ્યાત સેફ મોમોઝ બનાવવા મૂકી ક્યાંક જતાં રહ્યાં ને ભૂલી ગયા, થોડા સમય પછી જોયું તો પાણી બધું બળી ગયું ને તેલનું લેયર રહી ગયું હતું. જેમાં મોમોઝ ની નીચેની સપાટી ફ્રાય થઈને ક્રિસ્પ થઈ ગઈ હતી જે ખૂબ જ ટેસ્ટી લાગતું હતું. ત્યાંરથી આ વાનગી ને એક નામ મળી ગયું, પોટ સ્ટીકર્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
2 વ્યક્તિ
  1. પનીર બનાવવા માટે
  2. ૫૦૦ મીલી દૂધ (ફૂલ ફેટ)
  3. ૧ ટેબલ સ્પૂનલીંબુનો રસ
  4. ચપટીમીઠું
  5. પોટ સ્ટીકર્સની કણક માટે
  6. ૧ કપમેંદાનો લોટ
  7. ૧ ટીસ્પૂનમીઠું
  8. ૧ ટેબલસ્પૂનતેલ
  9. સ્ટફિંગ માટે
  10. ૧૦૦ ગ્રામ પનીર
  11. મધ્યમ ડુંગળી
  12. ૧ ટેબલસ્પૂનલસણ (જીણું સમારેલું)
  13. ૧/૨ ટેબલસ્પૂનઆદું છીણેલું
  14. નાનું કેપ્સીકમ
  15. નાનું ગાજર
  16. નાનો ટૂકડો કોબીજ
  17. ૧ ટેબલસ્પૂનસેઝવાન ચટણી
  18. ૧ ટીસ્પૂનસોયા સોસ
  19. ૧ ટીસ્પૂનમીઠું
  20. ૧/૨ટેબલસૂન ટોમેટો કેચપ
  21. ૧/૨ ટેબલસ્પૂનલીંબુનો રસ/ વીનેગર
  22. ફાઇનલ પોટ સ્ટીકર્સ બનાવવા માટે
  23. ૩ ટેબલસ્પૂનતેલ
  24. ર કપ પાણી
  25. સોસ બનાવવા માટે
  26. ૧/૪ કપસોયા સોસ
  27. ૧ ટેબલસ્પૂનપાણી
  28. ૧/૨ ટેબલસ્પૂનલીલું લસણ
  29. ૧/૨ ટેબલસ્પૂનઆદુની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ પનીર બનાવવા માટે ૫૦૦ ગ્રામ ફુલ ફેટ દુધ ને એક ઊભરો આવે ત્યાં સુધી ગરમ કરો. ત્યારબાદ તેમાં મીઠું તથા લીંબુનો અડધો રસ નાંખી હલાવો. દૂધ સ્હેજ ફાટવાં મંડે એટલે બાકીનો લીંબુનો રસ પણ નાંખી દો. ૧ જ મીનિટ માં બંધું દૂધ ફાટી પનીર છૂટું પડી જશે. ત્યારબાદ એક ગરણી માં મલમલનું કપડું રાખી ગાળી લો. ત્યારબાદ ઠંડા પાણીમાં બોળી ધોઈ લો. પાણી બધું નીકળી જવા દો. (ફ્રિઝ માં ૧૫ મિનીટ માટે સેટ થવા દો).તૈયાર છે ફ્રેશ પનીર.

  2. 2

    પનીર બની ગયા બાદ પોટ સ્ટોકર્સની કણક બાંધી લો. મેંદો મીઠું તથા તેલ સરખાં ભેળવી જરૂર મુજબ પાણી ઉમેરી પૂરી જેવો લોટ બાંધી લો. ૧૫ મીનિટ માટે રેસ્ટ આપો. ૧૫ મીનિટ પછી એક સરખાં લૂવા કરી લો.

  3. 3

    લોટને રેસ્ટ આપવા મૂક્યાં બાદ સ્ટફિંગ તૈયાર કરો. ૧ ચમચી તેલમાં બધા શાકભાજી (એકદમ જીણાં સમારેલા) લસણ તથા આદુ સાંતળી લો. ત્યાર બાદ તેમાં સોયા સોસ તથા સેઝવાન ચટણી ઉમેરી સરખું મીક્ષ કરો. જરૂર પડે તો જ મીઠું ઉમેરો. કેચપ ઉમેરી મીક્ષ કરો. છેલ્લે પનીરનો ભૂકો નાંખો. બધું સરખું મીક્ષ થઈ જાય પછી ગેસની ફલેમ બંધ કરી મિશ્રણ ઠંડું થાય એટલે લીંબું અથવા વીનેગર ઉમેરી હાથે થી સ્હેજ મીક્ષ કરી લો.

  4. 4

    સ્ટફિંગ તૈયાર થાય ત્યાં સુધી માં લોટને રેસ્ટ મળી ગયો હોવાથી હવે બહું જાડી નહીં તથા એકદમ જ પાતળી પણ નહીં એવી પૂરી વણી લો.

  5. 5

    વચ્ચે પૂરણ ભરી નીચે બતાવ્યાં પ્રમાણે મોમોઝ નો આકાર આપો.

  6. 6

    ત્યાર બાદ એક નોનસ્ટિક પેન માં ર ટેબલસ્પૂન જેટલું તેલ લઈ બતાવ્યાં પ્રમાણે મૂકો તથા સ્હેજ બ્રાઉન થાય ત્યાં સુધી મધ્યમથી ફુલ આંચ પર ફ્રાય થવા દો. (લગભગ ૩ મીનિટ સુધી).

  7. 7

    ત્યારબાદ ૨ કપ અથવા ખાલી તળીયું ડૂબે એટલું પાણી લઈ તરત જ ઢાંકણ ઢાંકી દો.

  8. 8

    પ મીનિટ બાદ ઢાંકણ ખોલી પાણી હોય તો બધું બળી જાય ત્યાં સુધી ખૂલ્લું જ કુક થવા દો. પાણી બળી જાય એટલે તૈયાર છે પોટ સ્ટોકર્સ

  9. 9

    જોડે ખાવા સોસ બનાવવા માટે સૌથા સોસ માં સહેજ પાણી ઉમેરી લીલું લસણ તથા આદું ઉમેરી સોસ તૈયાર કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shraddha Padhar
Shraddha Padhar @cook_22557127
પર

Similar Recipes