(હાંડવો)(Handvo Recipe in Gujarati)

Vaghela bhavisha
Vaghela bhavisha @Bhavisha_13
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીચોખા
  2. 2 વાટકીચણા દાળ
  3. 1 વાટકીઅડદની દાળ
  4. ૧ નાની વાટકીછાશ
  5. ૨ ચમચીઆદુ-મરચા-લસણની પેસ્ટ
  6. 1નાની દૂધી
  7. 2 ચમચીસિંગદાણા
  8. ૧ ચમચીરાઈ જીરુ
  9. 2 ચમચીતલ
  10. મીઠો લીમડો જરૂર મુજબ
  11. ચપટીહિંગ
  12. ચપટીહળદર
  13. મીઠું સ્વાદ પ્રમાણે
  14. ચપટીસોડા
  15. ત્રણથી ચાર ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા અને બન્ને દાળને અલગ અલગ પલાળી ચારથી પાંચ કલાક પછી ક્રસ કરી ખીરું તૈયાર કરી લો થોડી છાશ ઉમેરી સાત થી આઠ કલાક આથો આવવા રાખી દો

  2. 2

    આદુ-મરચા-લસણની પેસ્ટ તૈયાર કરી લો દૂધીને છીણી લો હવે તૈયાર ખીરામાં હળદર મીઠું સ્વાદપ્રમાણે આદુ મરચાની પેસ્ટ દુધી અને સિંગદાણા ઉમેરી મિક્સ કરી લો હવે તેમાં સોડા ઉમેરી મિક્સ કરી લો

  3. 3

    એક ચમચી તેલ લઈને તેમાં રાઈ જીરુ હિંગ મીઠા લીમડાના પાન અને તલ ઉમેરી વઘાર તૈયાર કરો હવે તેને ખીરા માં ઉમેરી મિક્સ કરી લો

  4. 4

    એક ચમચી તેલ લઈને તેમાં ખીરું ઉમેરીને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગનો શેકી લો

  5. 5

    ગરમ ગરમ હાંડવા ને ચા સાથે બ્રેકફાસ્ટમાં સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaghela bhavisha
Vaghela bhavisha @Bhavisha_13
પર

ટિપ્પણીઓ (4)

Heena Boda
Heena Boda @cook_25021074
હાંડવો સેમા કરવાનો સાદી લોઢી કે નોન સ્ટિક લોઢીમા

Similar Recipes