દુધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)

Bhavana Radheshyam sharma
Bhavana Radheshyam sharma @BhavanaRsharma75

ગુજરાતમાં રહીએ એટલે હાંડવો તો બનાવો જ પડે, ઘણા લોકો નાસ્તામાં બનાવે ઘણા લોકો જમવામાં બનાવે, તો ચાલો આપણે પણ હાંડવાની રેસીપી જોઈ લઈએ.

દુધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

ગુજરાતમાં રહીએ એટલે હાંડવો તો બનાવો જ પડે, ઘણા લોકો નાસ્તામાં બનાવે ઘણા લોકો જમવામાં બનાવે, તો ચાલો આપણે પણ હાંડવાની રેસીપી જોઈ લઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 સર્વિંગ્સ
  1. 250 ગ્રામચોખા
  2. 100 ગ્રામચણાની દાળ
  3. 50 ગ્રામશીંગ
  4. 200 ગ્રામદૂધી
  5. 1/2 ચમચી (નાની) ખાવાનો સોડા
  6. 8-10 નંગમીઠો લીમડો
  7. 2 ચમચીતલ
  8. 1 ચમચીરાઈ
  9. 1/2 ચમચી જીરૂ
  10. જરૂર મુજબ મીઠું
  11. 1 ચમચી મરચું
  12. 1 ચમચીહળદર
  13. 2 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ ચોખા અને દાળને આખી રાત પલાળી રાખવા. ચોખા અને દાળ આખી રાત પલળી જાય એટલે સવારે તેને મિક્સરમાં દળી દેવા. અને મિક્સરમાં દળ્યા પછી તેને ચારથી પાંચ કલાક આથો આવવા દેવો. હાથો આવી જાય એટલે તેમાં મીઠું અને ખાવાનો સોડા અને ખાવાના સોડા ની ઉપર 1/2 ચમચી જેટલું તેલ નાખીને ખૂબ જ સરસ રીતે હલાવું.

  2. 2

    બેટર મિક્સ કર્યા બાદ તેમાં છીણેલી દૂધી નાખવી. કાચી શીંગ નાખવી. બધુ કમ્પલેટ હલાવી લેવું અને બેટર તૈયાર છે વઘારવા માટે.

  3. 3

    એક કઢાઈમાં વગર માટે તેલ મૂકવું (જરૂર મુજબ) તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી રાઈ નાખવી પછી તેમાં 1/2 ચમચી જીરું નાખવું. રાઈ જીરું તતડે એટલે તેમાં મીઠા લીમડાના પાંદડા નાખવા.

  4. 4

    આ બધું તતડે એટલે તેમાં બે ચમચી જેટલા તલ નાખવા અને તલને પણ તતડવા દેવા.

  5. 5

    બધું તતડે એટલે તેમાં ચપટી હળદર 1/2થી પોણી ચમચી જેટલી લાલ મરચું નાખવું. હવે તરત જ વગરમાં તૈયાર કરેલું બેટર ધીમે ધીમે ધીમે નાખવું. વગરની વચ્ચોવચ નાખવું તેથી વગર પણ આજુબાજુ પથરાઈ જાય.

  6. 6

    બધું બેટર કમ્પ્લેટ નાખી ચમચા વડે તેને ઉપર પણ પાથરવું જેથી તેનો સ્વાદ ઉપર પણ રહે.

  7. 7

    25 થી 30 મિનિટ ધીમા તાપ ઉપર તેને કઢાઈમાં જ થવા દેવું અને ઉપર ચેક કરવું જ્યારે ઉપર સેજ પણ કચાશ ન રહે તરત તેને પલટી દેવું. અને બીજી બાજુ પણ 10 થી 15 મિનિટ સુધી શકાવા દેવું

  8. 8

    હાંડવો સરસ કેકની જેમ ફૂલી ગયો છે જે તેવું ચેક કરવું.

  9. 9

    બસ તો આ જ રીતે હાંડવો કમ્પલેટ તૈયાર થઈ જાય છે અને પછી તેને તમે સર્વ કરી શકો છો.

  10. 10

    થેન્ક્યુ 😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavana Radheshyam sharma
Bhavana Radheshyam sharma @BhavanaRsharma75
પર
Happiness is Homemade 😊
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes