કોકોનટ સીંગ ના લાડુ(peanut coconut ladoo Recipe in Gujarati)

Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
Ahmedabad

એકલા સીંગ અને કોકોનટ ના લાડુ તો આપણે બનાવતા જ હોઈએ છે. ઓછા ઘી માં બનતા આ લાડુ ખાવા માં હેલ્ધી ને સાથે ટેસ્ટી પણ છે. ગોળ માંથી બનાવ્યા હોવાથી એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે.

કોકોનટ સીંગ ના લાડુ(peanut coconut ladoo Recipe in Gujarati)

એકલા સીંગ અને કોકોનટ ના લાડુ તો આપણે બનાવતા જ હોઈએ છે. ઓછા ઘી માં બનતા આ લાડુ ખાવા માં હેલ્ધી ને સાથે ટેસ્ટી પણ છે. ગોળ માંથી બનાવ્યા હોવાથી એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
  1. ૧ કપકોકોનટ પાઉડર
  2. ૧/૨ કપસીંગ
  3. ૧ કપસમારેલો ગોળ
  4. ૧ ટેબલસ્પૂનઘી
  5. ૧ ટેબલસ્પૂનબદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    સૌપ્રથમ સીંગ ને સેકી લો.

  2. 2

    હવે સીંગ ના ફોતરા કાઢીને એને મિક્સરમાં ઝીણી પીસી લો.

  3. 3

    હવે એક પેનમાં ઘી ગરમ કરો અને એમાં સૌથી પહેલા બદામની કતરણ ને સેકી લો. શેકાઈ જીય પછી એને બહાર કાઢી લો.

  4. 4

    હવે એ ઘીમાં સમારેલો ગોળ ઉમેરો. ગેસ ધીમો રાખવો. ગોળ બરાબર પીગળી જાય અને એમાં બબલ્સ થવા લાગશે.

  5. 5

    બબલ્સ થાય કે તરત જ એમા કોકોનટ પાઉડર ઉમેરી દો અને બરાબર મિક્સ કરી લો. પછી એમાં પીસેલી સીંગ નો પાઉડર ઉમેરો.

  6. 6

    અને સાથે બદામની કતરણ પણ ઉમેરો અને બધું બરાબર મિક્સ કરી લો અને 1 મિનીટ સુધી હલાવો. પછી એને એક બાઉલમાં કાઢી લો. હવે આપણે લાડુને ગરમાગરમ જ વાળી લેવાના છે.

  7. 7

    તો બે હાથની મદદથી થોડો માવો લઈને બધા લાડુ વાળી લો અને ઉપર થી કોપરાની છીણ લગાવો.

  8. 8

    પીનટ કોકેનટ લાડુ તૈયાર છે સર્વ કરવા માટે. આ લાડુ ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે અને સાથે હેલ્ધી પણ છે કારણ કે આપણે ઓછા ઘીમાં અને ગોળ માં બનાવ્યા છે એકવાર જરૂરથી ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
પર
Ahmedabad
Youtuberhttps://m.youtube.com/c/Rinkalskitchen
વધુ વાંચો

Similar Recipes