કેસરયુક્ત આમળાનો જામ(Saffron Amla jam recipe in gujarati)

Rima Shah
Rima Shah @rima_03121972
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦-૪૦  મિનિટ
  1. ૫૦૦ ગ્રામ આમળા
  2. ૫૦૦ ગ્રામ ખાંડ
  3. ૧ નાની ચમચીઈલાયચી પાઉડર
  4. ૧/૨ નાની ચમચીતજ પાઉડર
  5. ૧/૪ ચમચીકેસર

રાંધવાની સૂચનાઓ

૩૦-૪૦  મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આમળા ને ધોઈ કૂકરમાં બાફી લો. પછી તેના નાના ટુકડા કરી મિક્ષ્ચર માં ક્રશ કરી પલ્પ બનાવી લો.

  2. 2

    હવે ગેસ ઉપર એક પેનમાં પલ્પ અને ખાંડ મિક્સ કરી ધીમા તાપે બરાબર હલાવો.

  3. 3

    ધીમી આંચ પર રાખી હલાવ્યા કરો જ્યાં સુધી તે ઘટ્ટ થાય ત્યાં સુધી. (હલાવો ત્યારે છાંટા ના ઉડે તે માટે એક હાથ થી ઢાંકી બીજા હાથે હલાવવું.)

  4. 4

    ઘટ્ટ થાય એટલે તેમાં કેસર ઘુંટીને અને ઈલાયચી અને તજ પાઉડર નાખી બરાબર હલાવી ગેસ ઉપર થી નીચે ઉતરી ઠંડુ પડે એટલે બરણીમાં ભરી લેવું.

  5. 5

    આમ અત્યારે ચાલતાં કોરોના મારામારીમાં વિટામિન સી પણ મળી રહે.

  6. 6

    બાળકો ને આમળાના ભાવે તો જામ રોટલી; ભાખરી કે બ્રેડ ઉપર લગાવી ને આપવા થી ખુશી ખુશી ખાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rima Shah
Rima Shah @rima_03121972
પર

ટિપ્પણીઓ

Similar Recipes