લીલી-ડુંગળી સેવ ટામેટા શાક(Green onion sev tomato sabji recipe in gujarati)

Ankita Mehta @Cookbook__by_Ankita
લીલી-ડુંગળી સેવ ટામેટા શાક(Green onion sev tomato sabji recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા લીલી ડુંગળી, ટામેટા સમારી લો.
- 2
હવે એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો. તેમાં રાઈ,જીરું,હિંગ નો વઘાર કરો. ત્યારબાદ આદુ- લસણની પેસ્ટ નાખી સાંતળો. હવે તેમાં લીલી ડુંગળી નાખી સાંતળો. ત્યારબાદ ટામેટા નાખી હલાવી નાખો.
- 3
હવે તેમાં લાલ મરચું, ધાણાજીરું, હળદર, સબ્જી મસાલા, અને મીઠું ઉમેરો.હવે બધું શાક મસાલામાં બરાબર મિક્સ કરી દો.
- 4
હવે તેમાં જરૂર મુજબ પાણી નાખી દો. હવે રતલામી સેવ નાખી બરાબર હલાવી નાખો. હવે શાક ને ૧૫ મિનિટ ચડવા દો.
- 5
હવે શાક રેડી થઇ ગયું છે. ઉપર કોથમીર નાખી ગરમ રોટલા સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14101138












ટિપ્પણીઓ (10)