હર્બ્સ ડીટોક્સ વોટર(Herbs detox water recipe in Gujarati)

NIRAV CHOTALIA
NIRAV CHOTALIA @NiravChotalia007
NAVSARI

#MW1
ડીટોક્સ વોટર ત્રણ મુખ્ય માઘ્યમો દ્વારા બનાવી શકાય.
જેમાં ફળ, શાકભાજી, અને ઔષધિઓ એટલે કે હર્બ્સ ના ઉપયોગ દ્વારા.
તેમજ આ દરેકનું કોમ્બીનેશન દ્વારા પણ તમે ઘરે ઘણી બધી રીતે
ડિટોક્સ પાણી બનાવી શકો છો.
શિયાળા ની ઋતુ સાથેજ ઠંડા વાઈરસ નું જોર પણ
આબોહવામાં ખૂબજ વધી જાય છે.
એલરજી ખાસ કરીને હવા માં ફેલાતા રજકણો તેમજ ઠંડા વાઈરસ ના કારણે
શિયાળાના આગમન સાથેજ શરદી, ઉધરસ, કફ, છીંકો આવવી, તાવ વગેરે જેવા લક્ષણો લોકો માં મુખ્ય જોવા મળે છે.
આ વાઈરસો સામે લડવા શરીરમાં રોગપ્રતિકાર કરવાની શક્તિ
તેમજ શરીરના વિષેલા પદાર્થોને બહાર લાવવા માટે ડીટોક્સ વોટર ખૂબજ મદદ રૂપ થઈ શકે છે.
તો આજે આપણે પણ શિયાળાને ઘ્યાન માં રાખી તેમજ શરીરના મહત્વના અંગ એવા લીવર ને નુકશાન ના પોહચે એવા મંદ...
"હર્બ્સ ડીટોક્સ વોટર" બનાવતા શીખીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
1 સર્વિંગ
  1. 25-30તુલસીના પાન
  2. 10ફુદીના ના પાન
  3. 4નાની ગોળ સ્લાઈસ લીલી હળદર
  4. 4નાની ગોળ સ્લાઈસ લીલી આંબાહળદર
  5. 2નાની ગોળ સ્લાઈઝ આદુ
  6. 1/21/2 લીંબુ
  7. ચપટીમીઠું
  8. 300 મિલી પાણી

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સારી રીતે પાણીથી ધોઈને રાખેલ
    25 થી 30 તુલસીના પાન,
    10 ફુદીનાનાપાન,
    4 નાની ગોળ સ્લાઈસ લીલી હળદર,
    4 નાની ગોળ સ્લાઈસ લીલી આંબાહળદર,
    2 નાની ગોળ સ્લાઈઝ આદુ,
    1/2 લીંબુ,
    ચપટી મીઠું એક કાચના ગ્લાસ અથવા એક કાચના જગમાં લો

  2. 2

    હવે ગ્લાસ જો બોરોસીલ હોય અથવા માઈક્રોવેવ પ્રુફ ગ્લાસ હોય તો
    તેમાં 300 મિલી પાણી ઉમેરી તેને 1 મીનીટ ને 20 સેકન્ડ માટે 900 વૉટ પર સેટ કરી માઈક્રોવેવ મશીન માં મૂકવું.
    ત્યારબાદ મશીનમાંથી બહાર કાઢી ચમચી વડે બરોબર હલાવતા જવું.

  3. 3

    માઈક્રોવેવ મશીન ના હોય તો બહાર એક તપેલીમાં ગેસ પર 300 મીલી પાણી ગરમ કરો પણ પાણી ઉકળતું હોય તેનાથી થોડું ઓછું ગરમ હોય ત્યારે ગેસ બંધ કરી એ પાણી આપણે એકઠી કરેલી સામગ્રી માં રેડી ચમચી વડે બરોબર હલાવતા જવું.

  4. 4

    હવે જ્યારે પાણી નવશેકું એટલે કે પી શકાય એટલું હુંફાળું તાપમાન પર આવે ત્યારે ખૂબજ ધીમી ઝડપે સીપ લેતા લેતા આ પાણી પીવાથી ખૂબજ સારા પરીણામ જોવા મળશે તેમજ જો શક્ય હોય તો પાણીમાં રહેલ તુલસીના પાન, ફુદીનાનાપાન, લીલી હળદર, આંબાહળદર, આદુ પણ પાણી સાથે ખાતા જઈશું તો ખૂબજ ફાયદો થશે.

    વિશેષ નોંધઃ પ્રાથમિક તબક્કે હર્બ્સ ડીટોક્સ વોટર નું સેવન 300મીલી થી 1/2 એટલે કે 150મિલી થી કરવું તેમજ ઉંમર ને ઘ્યાન માં લઈને પ્રમાણ વધારવું કે ઘટાડવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
NIRAV CHOTALIA
NIRAV CHOTALIA @NiravChotalia007
પર
NAVSARI

Similar Recipes