ભરેલા મરચા(Stuffed Marcha Recipe in Gujarati)

Rinkal Tanna
Rinkal Tanna @cook_24062657
Ahmedabad

ભોજન સાથે ઘણી વસ્તુઓ એવી હોય છે કે જેના વિના કંઈક અધુરૂં લાગે છે. ભરેલા મરચા એક એવી ડિશ છે કે જે સાઇડડિશ તરીકે તો પીરસાય જ છે પણ જો ઘરમાં કોઈ ને બનાવેલ શાક ન ભાવતું હોય તો મેઇન ડિશ તરીકે પણ લઈ શકાય છે.
#GA4
#Week13
#chilli
#cookpadindia
#cookpadgujarati

ભરેલા મરચા(Stuffed Marcha Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

ભોજન સાથે ઘણી વસ્તુઓ એવી હોય છે કે જેના વિના કંઈક અધુરૂં લાગે છે. ભરેલા મરચા એક એવી ડિશ છે કે જે સાઇડડિશ તરીકે તો પીરસાય જ છે પણ જો ઘરમાં કોઈ ને બનાવેલ શાક ન ભાવતું હોય તો મેઇન ડિશ તરીકે પણ લઈ શકાય છે.
#GA4
#Week13
#chilli
#cookpadindia
#cookpadgujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૫ મરચા
  1. ૫ નંગમોળા‌ લીલાં મરચાં
  2. ૧/૨ વાટકીચણાનો લોટ
  3. ૨ ચમચીધાણાજીરૂ
  4. ૧/૨ ચમચીહળદર
  5. ૧ ચમચીગોળ
  6. ૧/૨લીંબુનો રસ
  7. ૧/૪ ચમચીતલ
  8. ૧/૪ ચમચીવરીયાળી
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ૩ ચમચીતેલ
  11. ૨ ચમચીધાણા ભાજી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મરચા ને ધોઈ ને વચ્ચેથી કાપો પાડી બી કાઢી નાંખો.

  2. 2

    ચણાના લોટ ને થોડો શેકી લો અને પ્લેટ માં કાઢી ઠંડો થાય એટલે તેમાં બધા મસાલા અને ૧ ચમચી તેલ ઉમેરી મસાલો તૈયાર કરો. આ મસાલા થી મરચા ભરી લો.

  3. 3

    પેન માં ૨ ચમચી તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં મરચા મુકી ઉપર થોડું પાણી છાંટી ઢાંકીને ૨-૪ મિનિટ સુધી ચડવા દો. ઢાંકણ ખોલી ઉપર વધેલ મસાલો નાખી ફરી થી થોડું પાણી છાંટી ઢાંકીને ૨ મિનિટ રહેવા દો. બરાબર મિક્ષ કરી રોટલી પરાઠા કે થેપલા સાથે ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rinkal Tanna
Rinkal Tanna @cook_24062657
પર
Ahmedabad

Similar Recipes