સમોસા(Samosa recipe in Gujarati)

Deval maulik trivedi
Deval maulik trivedi @deval1987
Bhavnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
4 લોકો
  1. ૧ વાટકીમેંદો
  2. ૫ નંગબટેટા
  3. ૧ વાટકીવટાણા
  4. ૪ નંગતીખા લીલા મરચા
  5. ૧ ટુકડોઆદુ
  6. ૧ ચમચીલીંબુનો રસ
  7. ૮ નંગલીલા લસણની કળી
  8. મીઠું સ્વાદ મુજબ
  9. ૧ ચમચીગરમ મસાલો
  10. ૧ ચમચીકિચન કિંગ મસાલો
  11. કોથમીર જરૂર મુજબ
  12. ૧/૨ ચમચીખાંડ
  13. પાવળા તેલ વધાર માટે
  14. ૧/૨ ચમચીજીરૂ
  15. ૧/૪ ચમચીહિંગ
  16. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટેટા અને વટાણાને બાફી લો.

  2. 2

    આદું મરચા લસણની પેસ્ટ બનાવી લો.

  3. 3

    હવે વધારીયામાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં જીરૂ અને હિંગ ઉમેરી પેસ્ટ સાંતળી લો.

  4. 4

    ત્યારબાદ તેમાં મીઠું ઉમેરી તેમાં વટાણા અને ગરમ મસાલો તેમજ કિચન કિંગ મસાલો ઉમેરી લો.

  5. 5

    હવે તેમાં બટેટાને મેશ કરી ઉમેરી દો. તેમજ લીંબુનો રસ,ચપટી ખાંડ અને કોથમીર નાખી મિક્સ કરી લો.

  6. 6

    તૈયાર છે. સમોસાનું મિશ્રણ.હવે તે ઠંડુ થાય ત્યાં સુધીમાં લોટ બાંધી લો. તે માટે મૈદામાં મીઠું અને બે પાવળા તેલ ઉમેરો. તેલની બદલે ઘી પણ લઈ શકાય.

  7. 7

    મૂઠી વળે તે રીતે મોણ નાખવું. નરમ લોટ બાંધી લો.

  8. 8

    હવે તેમાંથી લૂવો લઈ તેની પૂરી વણી લઈ તેમાં વચ્ચે કાપો પાડો.

  9. 9

    બે સાઇડ કવર કરી તેમાં સ્ટફીંગ ભરી પેક કરી દો.

  10. 10

    લોયામાં તેલ મૂકી તળી લો. તાપ મધ્યમ રાખવો.

  11. 11

    તૈયાર છે. સમોસા.ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે.😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deval maulik trivedi
પર
Bhavnagar
being better n best in cooking for my family...🥰🥰
વધુ વાંચો

Similar Recipes