ડ્રાયફ્રુટ ચોકલેટ(dry fruit chocolate recipe in Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

#CCC
નાતાલ આવી રહી છે. નાના બાળકોમાં નાતાલની ઉજવણી, સાંતા કલોઝ, ચોકલેટ અને ભેટ સોગાદનું અનેરું મહત્વ હોય છે. આજે મેં ખુબ જ સરળ અને ઝડપથી બની જાય એવી ડ્રાયફ્રુટ ચોકલેટ બનાવી છે.

ડ્રાયફ્રુટ ચોકલેટ(dry fruit chocolate recipe in Gujarati)

#CCC
નાતાલ આવી રહી છે. નાના બાળકોમાં નાતાલની ઉજવણી, સાંતા કલોઝ, ચોકલેટ અને ભેટ સોગાદનું અનેરું મહત્વ હોય છે. આજે મેં ખુબ જ સરળ અને ઝડપથી બની જાય એવી ડ્રાયફ્રુટ ચોકલેટ બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10-15 મિનિટ
  1. 200 ગ્રામમિલ્ક ચોકલેટ કમ્પાઉન્ડ
  2. 2 ચમચીઝીણી સમારેલી બદામ
  3. 2 ચમચીઝીણા સમારેલા કાજુ
  4. ખાંડ સ્પ્રિંકલર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

10-15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મિલ્ક ચોકલેટ કમ્પાઉન્ડ ને એક બાઉલમાં ઝીણું સમારી લેવું અથવા છીણી લેવું.

  2. 2

    હવે ડબલ બોઈલર મેથડ થી ચોકલેટ મેલ્ટ કરવી. એ માટે એક વાસણમાં પાણી ઉકાળવું. હવે તેમા સમારેલી ચોકલેટ વાળું બાઉલ પાણી ને અડે નહીં એ રીતે અદ્ધર મુકવું. જેથી હલાવતી વખતે પાણી બાઉલમાં ન જાય. આ રીતે ચોકલેટ મેલ્ટ થાય એટલે બાઉલ લઇ લેવું

  3. 3

    હવે આ મેલ્ટેડ ચોકલેટ માં સમારેલી શેકેલી બદામ અને કાજુ એડ કરી મિક્સ કરવું.

  4. 4

    ચોકલેટ માટે ના સિલિકોન અથવા એક્રેલિક મોલ્ડ લેવું. તેમાં થોડા ખાંડ સ્પ્રિંકલર મુકવા. હવે મેલ્ટેડ ચોકલેટ ચમચી વડે મોલ્ડ માં રેડવી. આ રીતે આખું મોલ્ડ તૈયાર કરવું. એક બે વખત ઠપકારી લેવું.

  5. 5

    તૈયાર કરેલા ચોકલેટના મોલ્ડને 15 મિનિટ માટે ફ્રીઝર માં સેટ કરવા મુકવી. 15 મિનિટ બાદ ચોકલેટ અનમોલ્ડ કરી એરટાઈટ ડબ્બામાં ભરી લેવી.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

Similar Recipes