જુવાર નો રોટલો(jowar Rotlo Recipe in Gujarati)

Hemaxi Buch
Hemaxi Buch @cook_26237290
Jamnagar

#GA4
#WEEK16
#જુવાર
#Mycookpadrecipe39
આ વાનગી શિયાળા માં અમારે tya બને જ છે એટલે પ્રેરણા ઘર માંથી જ મળેલી છે. રોટલા શીખવાની તક દાદી પાસે થી મળેલી. એટલે ખાસ આજ એમને યાદ કરી બનાવ્યા. શિયાળા માં બાજરા ના, જુવાર , મકાઈ ના રોટલા ખાસ બને.

જુવાર નો રોટલો(jowar Rotlo Recipe in Gujarati)

#GA4
#WEEK16
#જુવાર
#Mycookpadrecipe39
આ વાનગી શિયાળા માં અમારે tya બને જ છે એટલે પ્રેરણા ઘર માંથી જ મળેલી છે. રોટલા શીખવાની તક દાદી પાસે થી મળેલી. એટલે ખાસ આજ એમને યાદ કરી બનાવ્યા. શિયાળા માં બાજરા ના, જુવાર , મકાઈ ના રોટલા ખાસ બને.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨વ્યક્તિ માટે
  1. ૧/૨ (દોઢ) વાટકો જુવાર નો લોટ
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક થાળી માં જુવાર ની લોટ લઈ એમાં મીઠું નાખી મિક્સ કરી લેવું

  2. 2

    હવે એ મિક્સ લોટ મા પાણી નાખતું જવાનું અને લોટ બાંધતા જવાનું

  3. 3

    લોટ બાંધતા હોય ત્યારે ધ્યાન રાખવું કે લોટ બહુ ઢીલો ના રહે

  4. 4

    લોટ ને મસળવું જરૂરી છે. રોટલા માટે ના lot ne મસળવાથી એ લોટ ના રોટલા સરસ થાય છે અને રોટલા ટીપવા કે ઘડવા સમયે કિનારી ભાંગી જતી નથી. સુંવાળપ રહે છે લોટ મા.

  5. 5

    હવે આ રોટલા ટીપી ને અથવા થાબડી ને કરેલ છે. ગોળ થઈ જાય એટલે એને ગરમ તવી ઉપર મૂકી દેવો

  6. 6

    રોટલા ને તવી પર મૂકી એ કે તરત જ ઉપર થોડું પાણી નો હાથ ફેરવવો, જેથી રોટલા માં તડ ના પડે.

  7. 7

    રોટલા પર ની ભીનાશ સહેજ ઓછી થાય કે એને તરત ઉથલાવી નાખવો. ઉથલાવી ને થોડી વાર માં તરત જ બીજી બાજુ ગેસ માં શેકવા નાખવો. તરત જ ઉપસી આવશે. રોટલો ઉપસવો જોઈએ. એ રોટલા માં અંદર ઘી ભરી ને ગરમ રીંગણાં ના કે શિયાળુ શાક સાથે સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemaxi Buch
Hemaxi Buch @cook_26237290
પર
Jamnagar

Similar Recipes