પેરી પેરી મેકરોનિ પાસ્તા (Peri Peri Macroni Pasta Recipe In Gujarati)

Janki K Mer
Janki K Mer @chef_janki
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોક માટે
  1. 100 ગ્રામમેકરોનિ પાસ્તા
  2. 1ક્યૂબ ચીઝ
  3. 1 1/2 ટી સ્પૂનબટર
  4. 1 નંગડૂંગળી
  5. 1/2 નંગકેપ્સીકમ
  6. 4-5કળી લસણ
  7. 1 નંગનાનું ટામેટું
  8. 1/2 કપમકાઇ
  9. 2 સ્પૂનટોમેટો સોસ
  10. 1/2 ટી સ્પૂનપેરી પેરી મસાલો
  11. 1/2 ટી સ્પૂનકાશ્મીરી લાલ મરચું પાઉડર
  12. સ્વાદ મુજબમીઠું
  13. 2 સ્પૂનલીંબુનો રસ
  14. જરૂર મુજબકોથમીર
  15. 1 ચપટીતીખા ની ભૂકી ( મરી પાઉડર)

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાસ્તા ને 2-3 કલાક સુધી પાણીમાં પલાળી રાખો. પછી એક કૂકર માં તેલ અને મીઠું નાખી બાફી લો. 2-3 સીટી વગાડી ગેસ બંધ કરી દો. કૂકર માં એક વાસણમાં મૂકી બાફવા જેથી પાસ્તા એકદમ છૂટા થશે. અને ચોંટી પણ નહીં જાય. પછી પાસ્તા ને એક ચારણી મા કાઢી લો.

  2. 2

    હવે એક પેનમાં બટર મૂકી ગરમ કરી તેમાં ડુંગળી સાંતળો પછી લસણ સાંતળો. થોડી વાર પછી તેમાં કેપ્સીકમ, ટામેટાં, મકાઈ નાખી બરાબર મિક્સ કરી લેવાનું. થોડીવાર માટે સાંતળો.

  3. 3

    ત્યારબાદ તેમાં પાસ્તા નાખો. પછી તેમાં બધા મસાલા કરી બરાબર મિક્સ કરી લેવાનું. થોડીવાર માટે સાંતળો. થોડું ચીઝ નાખી બરાબર મિક્સ કરો.

  4. 4

    તૈયાર છે પેરી પેરી મેકરોનિ પાસ્તા ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Janki K Mer
Janki K Mer @chef_janki
પર

Similar Recipes