હૈદરાબાદી બિરયાની (Hydrabadi Biryani Recipe In Gujarati)

Davda Bhavana
Davda Bhavana @Bhavna826
KHAMBHALIA

#GA4
#Week16
જ્યારે પણ હોટલ માં જમવા જઈએ તો હૈદરાબાદી બિરયાની મંગાવીએ તો લોક ડાઉન માં થયું કે એકવાર શીખી લઉં. મે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે પણ ખૂબ સરસ બની છે તમે પણ જરૂર ટ્રાય કરજો.

હૈદરાબાદી બિરયાની (Hydrabadi Biryani Recipe In Gujarati)

#GA4
#Week16
જ્યારે પણ હોટલ માં જમવા જઈએ તો હૈદરાબાદી બિરયાની મંગાવીએ તો લોક ડાઉન માં થયું કે એકવાર શીખી લઉં. મે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે પણ ખૂબ સરસ બની છે તમે પણ જરૂર ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 2કપ રાંધેલા ભાત
  2. 15પાન પાલકના
  3. 15નંગ લીલા વટાણા ફોલેલા
  4. 1નંગ ગાજર બારીક કાપેલું
  5. 1નંગ બટેટા
  6. 1/2કપ અમેરિકન મકાઈ
  7. 3નંગ લીલા મરચા
  8. 1ચમચી આદુ લસણ ની પેસ્ટ
  9. 3નંગ ડુંગળી બારીક સમારેલી
  10. 2ચમચા તેલ
  11. 1ચમચી જીરૂ
  12. 1ચમચી હિંગ
  13. 1ચમચી હળદર
  14. 1ચમચી ગરમ મસાલો
  15. 1ચમચી બિરયાની મસાલો
  16. 10નંગ તળેલા કાજુ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પાલકના પાનને ધોઈ એક તપેલીમાં થોડું પાણી મૂકી પાંચ મિનિટ ઉકાળી લેવા. ત્યારબાદ તેમાં લીલા મરચા નાખી અને પેસ્ટ બનાવવી. મરચા શક્ય હોય તો તીખા લેવા કારણ કે આમાં આપણે લાલ મરચું વાપરવાનું નથી.ત્યાર બાદ એક કૂકરમાં લીલા વટાણા બટાકુ ગાજર અને અમેરિકન મકાઈ ને બાફી લેવા.

  2. 2

    કડાઈમાં તેલ મૂકી કાજુ તળી લેવા. હવે તેની અંદર જીરૂ,તજ,લવિંગ,બાદિયા, તમાલપત્ર ઉમેરો. હીંગ ઉમેરો.હવે તેની અંદર ડુંગળી ઉમેરી સાંતળો બ્રાઉન કલરની થઈ જાય એટલે તેમાં આદું-લસણની પેસ્ટ ઉમેરો.મીઠું ઉમેરી દો.

  3. 3

    હવે તેની અંદર પાલકની પેસ્ટ ઉમેરી થોડીવાર થવા દો. હવે તેની અંદર બાફેલા શાકભાજી ઉમેરી હળદર અને ગરમ મસાલો ઉમેરો. શાકભાજીમાં મસાલો બરાબર ચઢી જાય પછી ગેસની ફ્લેમ સ્લો કરો.

  4. 4

    હવે તેમાં બિરયાની મસાલો ઉમેરો બધુ બરાબર મિક્સ કરી તેમાં રાંધેલા ભાત ઉમેરી સાચવીને હલાવો જેથી ભાત નો દાણો તૂટી ન જાય.

  5. 5

    એક બાઉલમાં લઈ તેમાં તળેલા કાજુ વડે ગાર્નીશ કરો તૈયાર છે આપણે હૈદરાબાદી બિરયાની!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Davda Bhavana
Davda Bhavana @Bhavna826
પર
KHAMBHALIA
I am working woman but lock down give me chance to cook something new and yummy food 😋😋
વધુ વાંચો

Similar Recipes