રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
5 લોકો માટે
  1. 300 ગ્રામઅડદ નો કરકરો લોટ
  2. 250 ગ્રામઘી
  3. 200 ગ્રામખાંડ
  4. 4-5 ચમચીગુંદ તળેલો
  5. 1 કપકાજુ, બદામ અને પિસ્તા ની કતરણ
  6. 1 1/2 ચમચીઅડદિયા નો મસાલો
  7. 5-6તાતણા કેસરના
  8. 1/2 કપ દૂધ
  9. પાણી ચાસણી માટે : ખાંડ ડૂબે તેટલું

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ માં ધાબો દેવા માટે 2 ચમચા ઘી ગરમ કરી તેમાં નાખો. અને 2-4 ચમચી દૂધ નાખી બરાબર મિક્સ કરી લેવાનું. એકદમ સરસ રીતે લોટ મિક્સ કરી લો.

  2. 2

    હવે એક લોયામા ઘી ગરમ કરી તેમાં લોટ ઉમેરો. અને સરસ રીતે હલાવો પછી જરૂર પડે એ રીતે ઘી ઉમેરાતાં જવાનું.

  3. 3

    લોટ નો કલર બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનું પછી તેમાં લોટ શેકાઈ ગયા બાદ તેમાં પાછું 4-5 ચમચી દુધ નાખવાનું. દૂધ નાખ્યા પછી તેમાં ઉભરો આવશે તેનું ધ્યાન રાખવું. દૂધ નાખવાથી અડદિયા કઠણ નહીં થાય અને તેનો કલર પણ સરસ આવે છે.

  4. 4

    હવે એકબાજુ એક પેનમાં ચાસણી બનાવો. તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી અને કેસર નાખી બરાબર મિક્સ કરી લેવાનું. ચાસણી એકતાર ની કરવાની.

  5. 5

    ચાસણી થઈ ગયા પછી તેને શેકેલા લોટ માં મિક્સ કરી લો. પછી તેમા મસાલો નાખી બરાબર હલાવી લો. પછી તેમાં kaju, બદામ અને પિસ્તા ની કતરણ નાખી બરાબર મિક્સ કરી લેવાનું. પછી છેલ્લે ગુંદ નાખવાનો જેથી ગુંદ ભાંગી જાય.

  6. 6

    હવે અડદિયા વાળી લો. પછી તેને ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Janki K Mer
Janki K Mer @chef_janki
પર

ટિપ્પણીઓ (13)

Similar Recipes