રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીની ભાજીને બારીક સુધારી સરખી સાફ કરો.
- 2
બાફેલા વટાણા લો. એક વાટકીમાં ગરમ પાણી કરી મગજતરી ના બી પલાળો.
- 3
ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ટામેટાં, ડુંગળી, આદુ મરચા લસણ થોડીવાર સાંતળો.
- 4
ત્યારબાદ ઠંડુ થાય પછી તેને મિક્સરમાં ક્રશ કરો. ગ્રેવીને એકવાર ક્રશ કર્યા પછી તેમાં પલાળેલા મગજતરીના બી નાખી પાછો ક્રશ કરો.
- 5
હવે એક કડાઈમાં તેલ મૂકી મેથી માંથી પાણી કાઢી મેથીની ભાજીને સાંતળો.
- 6
ભાજી સતલાયા પછી તેને નીચે ઉતારી લો. એક બીજી પ્લેટમાં કાઢી લો.
- 7
ત્યારબાદ કડાઈમાં તેલ મૂકી જીરુ, ઝીણી ડુંગળી, મરચાના કટકા નાખી થોડીવાર સાંતળો.
- 8
ત્યારબાદ ટામેટાની ગ્રેવી તેમાં નાખો.
- 9
ગ્રેવી ઉકળે એટલે તેમાં બધો મસાલો કરો. તેમાં મીઠું, મરચું, ધાણાજીરૂ, ગરમ મસાલો, ખાંડ નાખી ઉકળવા દો.
- 10
આ મસાલો નાખવાથી ગ્રેવી ઘટ્ટ થશે.
- 11
ત્યારબાદ એક વાટકીમાં મલાઈ ચમચીથી ફેટો. ત્યારબાદ એક વાટકીમાં વલોવેલું દહીં લો.
- 12
ત્યારબાદ ગ્રેવીમાં મલાઈ અને દહીં નાખો.
- 13
ત્યારબાદ ગ્રેવીમાં બાફેલા વટાણા, સાતલેલ મેથી નાખીને મિક્સ કરો.
- 14
બધું નાખી દીધા પછી પાંચ મિનિટ ઉકાળો.
- 15
છેલ્લે ગેસ બંધ કરીને ઉપરથી ક્રીમ અથવા મલાઈ થી ગાર્નીશ કરો.
- 16
તો રેડી છે બધાની મનપસંદ સબ્જી મેથી મટર મલાઈ જે ગરમ પરાઠા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#GA4#Week19#methi#post 4.Recipe no 167મેથી મલાઈ મટરનુ શાક પરાઠા કુલચા અને નાન સાથે સરસ લાગે છે. ભાજી પણ સરસ આવે છે તમે methi malai matar બનાવ્યું છે. Jyoti Shah -
-
-
મેથી મલાઈ મટર (Methi malai matar recipe in Gujarati)
#GA4#week2જલ્દી બની જાય અને ખાવામાં પણ સરસ લાગે તો કોઈ શાક હોય અને ઘરમાં પણ અવેલેબલ હોય અને જૈનોમાં તો મેથી અત્યારે તો ચોમાસામાં વાપરતા પણ નથી તો મને થયું કે કસૂરી મેથી સાથે વટાણા નું પંજાબી શાક બનાવો અને એમાં ભરપૂર માત્રામાં મળી લીધું છે તો એને કસૂરી મેથી નો સ્વાદ બદલાઈ એ આખો અલગ કરી દીધો છે બહુ સરસ લાગે છે અને બાળકોને પણ ખુબ જ ભાવે એવું છે Khushboo Vora -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી મટર મલાઈ સબ્જી અને ડ્રાયફ્રુટ શ્રીખંડ
#GA4#Week2#fenugreek(મેથી)#card (દહીં) Arpita Kushal Thakkar -
મેથી મટર મલાઈ (Methi Mutter Malai Recipe In Gujarati)
#GA4#Week2કીવર્ડ: fenugreek/મેથી.મેથી મટર મલાઈ નું કોમ્બિનેશન એવર ગ્રીન છે. ઘણા બાળકો મેથી ની ભાજી એમ નથી ખાતા પણ આ રીતે શાક માં ખુશી થી ખાઈ જશે. Kunti Naik -
મેથી મટર મલાઈ
#GA4#week19મેથી મટર મલાઈએ નોથૅ ઇન્ડિયા ની રેસીપી છે. જે વઘારે શિયાળામાં બનાવવામાં આવે છે. મેથી મટર મલાઈએ મેથી, મટર, મલાઈને કોમ્બીનેશન છે. આ એક રીચ, સ્વીટ અને ક્રીમી ડીશ છે. Pinky Jesani -
More Recipes
ટિપ્પણીઓ