વેજીટેબલ થેપલા (Vegetable Thepla Recipe In Gujarati)

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#30mins
#30Minute recipe
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
નવરાત્રીના દિવસોમાં ગરબા લેવા માટે તેમજ અન્ય પ્રોગ્રામમાં જવાનું હોવાથી અને શારીરિક સ્ટેમિના ટકાવવા માટે લોકો આરોગ્યપ્રદ વિટામિન થી ભરપૂર વાનગીઓ લેવાનું પસંદ કરે છે જે વાનગી 30 મિનિટમાં બની જાય તેવી વાનગીઓ ઝડપથી પસંદ કરે છે મેં અહીંયા 30 મિનિટમાં બની જાય તેવા આરોગ્યપ્રદ એનર્જી યુક્ત વેજીટેબલ થેપલા બનાવ્યા છે

વેજીટેબલ થેપલા (Vegetable Thepla Recipe In Gujarati)

#30mins
#30Minute recipe
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
નવરાત્રીના દિવસોમાં ગરબા લેવા માટે તેમજ અન્ય પ્રોગ્રામમાં જવાનું હોવાથી અને શારીરિક સ્ટેમિના ટકાવવા માટે લોકો આરોગ્યપ્રદ વિટામિન થી ભરપૂર વાનગીઓ લેવાનું પસંદ કરે છે જે વાનગી 30 મિનિટમાં બની જાય તેવી વાનગીઓ ઝડપથી પસંદ કરે છે મેં અહીંયા 30 મિનિટમાં બની જાય તેવા આરોગ્યપ્રદ એનર્જી યુક્ત વેજીટેબલ થેપલા બનાવ્યા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 ચાર વ્યક્તિ
  1. 1 બાઉલ ઘઉંનો લોટ
  2. 1 કપચણાનો લોટ
  3. 1 કપબાજરીનો લોટ
  4. 1 કપજુવાર નો લોટ
  5. 1 નંગઝીણું સમારેલું ગાજર
  6. 1 કપઝીણી સમારેલી દૂધી
  7. 2 નંગ સમારેલા લીલા મરચા
  8. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  9. 1 ચમચીકસુરી મેથી
  10. 1 ચમચીતલ
  11. 1 ચમચીગરમ મસાલો
  12. 1 ચમચીમરી પાઉડર
  13. 2 ચમચીકાશ્મીરી મરચું
  14. 1 ચમચીહળદર
  15. 1 ચમચીધાણાજીરૂ
  16. 1/2 ચમચીહિંગ
  17. 1 ચમચીમીઠું
  18. 4 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બે બાઉલ મલ્ટીપરપઝ લોટ લેવો ત્યારબાદ એક ગાજરને ખમણી લેવું એક કપ દુધી ખમણી લેવી બે લીલા મરચા સમારવા કોથમીર સમારવી એક ચમચી આદુ મરચાની પેસ્ટ તૈયાર કરવી એક ચમચી તલ લેવા એક ચમચી કસુરી મેથી લેવી આ બધી વસ્તુ અલગ અલગ વાટકીમાં ભરીને તૈયાર રાખવી ત્યારબાદ એક કથરોટમાં બે બાઉલ મલ્ટી પરપઝ લોટ નાખો પછી તેમાં બે ચમચી બે ચમચી મરચું નાખો એક ચમચી હળદર નાખો એક ચમચી ધાણાજીરું નાખો એક ચમચી મરી પાઉડર નાખવો. એક ચમચી કસુરી મેથી નાખવી એક ચમચી તલ નાખવા

  2. 2

    ત્યારબાદ તેમાં એક ખમણેલું ગાજર નાખવું એક કપ ખમણેલી દૂધી નાખવી બે લીલાં મરચાં નાખવા થોડી સમારેલી કોથમીર નાખવી એક ચમચી આદુ-મરચાની પેસ્ટ નાંખવી એક ચમચી મીઠું નાખવું ચાર ચમચી તેલ નાખોઅને બધા મસાલાઓ અને વેજીટેબલ ને મિક્સ કરવા પછી જરૂર મુજબ પાણી નાખીને બહુ કઠણ નહિ બહુ ઢીલો નહીં એવો થેપલા નો લોટ બાંધવો

  3. 3

    ત્યારબાદ લોટમાંથી નાના નાના લુવા તૈયાર કરી વેલણ દ્વારા થેપલા વણવા ત્યારબાદ એક તવી લઈ તેમાં ચમચીની મદદ વડે તેલ નાંખી અને ધીમે તાપે બ્રાઉન કલરના થેપલા ચોડવવા ત્યારબાદ એક મોટી ડીશમાં ગોઠવવા એક વાટકીમાં દહીં લઈ તેમાં મીઠું અને મસાલો થોડો નાખી લીલું મરચું નાખીને મસાલા વાળું દહીં તૈયાર કરવું. જે થેપલા ભેગું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને અથાણું પણ તૈયાર રાખવું

  4. 4

    ત્યારબાદ એક સર્વિંગ પ્લેટમાં એક કપ મસાલા વાળું દહીં મૂકવું અથાણું મૂકવું અને સાથે પૌષ્ટિક વેજીટેબલ થેપલા મુકવા અને મરચા દ્વારા ડેકોરેટ કરીને આ હેલ્ધી અને સ્વાદિષ્ટ પોસ્ટિક થેપલા સર્વ કરવા જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને આ થેપલા પૌષ્ટિક હોય છે તેથી શરીરની એનર્જી ટકી શકે છે નવરાત્રીના દિવસોમાં પ્રોગ્રામમાં જવાનો હોવાથી ગરબી લેવાથી જે થાક લાગે છે તે વખતે આ થેપલા એનર્જી ટકાવવા માટે ખૂબ જ મદદરૂપ બને છે

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
પર

Similar Recipes