દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)

Sheetal Chovatiya
Sheetal Chovatiya @cook_1985
Ahmedabad
શેર કરો

ઘટકો

  1. મોટી દૂધી,
  2. ૧/૨ કપઘંઉ નો લોટ,
  3. ૧/૨ કપબાજરા નો લોટ,
  4. ૧/૨ કપચણા નો લોટ
  5. ૨ ચમચીઆદુ, લસણ, ની પેસ્ટ
  6. ચમચીલીલા ધાણા્
  7. ૧/૨ચમચીહળદર
  8. લીમડાના પાન
  9. ૩ ચમચીખાંડ
  10. ૨ ચમચીમીઠું
  11. ૨ ચમચીખાવા નો સોડા
  12. ચમચીલિંબુ નો રસ
  13. ૧ ચમચીજીરૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પાત્ર મા દૂધી ની છાલ ઉતારી ત્યારબાદ તેને ખમણી નાખો. ત્યારબાદ આ ખમણેલ દૂધી મા ઘઉં નો લોટ, બાજરા નો લોટ, ચણા નો લોટ, આદુ-મરચા ની પેસ્ટ, તથા લસણ ની પેસ્ટ, કોથમીર, ચટણી પાઉડર, ધાણાજીરૂ પાઉડર, હળદર પાઉડર તથા મીઠું અને ખંડ ઉમેરી તેનુ મિશ્રણ તૈયાર કરી લોટ બાંધવો.

  2. 2

    હવે આમા ચપટી ખાવા નો સોડા તથા લીંબુનો રસ ઉમેરી મિશ્રણ તૈયાર કરી પછી આ લોટ મા થી નાના- નાના મૂઠીયા વાળો. હવે આ મૂઠીયા ને પકાવવા માટે સ્ટીમ નો ઉપયોગ કરો. આ સ્ટીમનર ના નીચે ના ભાગ મા થોડુ પાણી ઉમેરો અને આની ઉપર એક જાળી વાળી ડિશ પર મૂઠીયા વ્યવસ્થિત ગોઠવી મૂકી દો. ત્યારબાદ સ્ટીમર બંધ કરી દો. હવે ચૂલ્લો ચાલૂ કરી ને આ સ્ટીમર ને તેના પર રાખી દો. હવે ૨૦ થી ૨૫ મિનિટ ના સમય સુધી આ મૂઠીયા ને સ્ટીમર ની અંદર પકાવો

  3. 3

    ત્યારબાદ ગેસ બંધ કરી ને ચેક કરી લો કે કાચા તો નથી રહ્યા ને. જો કાચ્જા લાગે તો ફરીવાર ચૂલ્લો ચાલુ કરી કરી દો અને જ્યા સુધી સરખી રીતે ન ચડે ત્યા સુધી પકાવો. સરખી રીતે મૂઠિયા પાકી ગયા બાદ એક પાત્ર મા તેને ઠંડા થવા માટે મૂકી દો. થોડા સમય બાદ ઠંડા થઈ જાય એટલે નાના નાના ટુકડા મા વિભાજીત કરો. ત્યારબાદ એક પેન લો. આ પેન મા ઓઈલ, રાઈ,જીરૂ, તલ, હીંગ, લીમડા ના પાન બધુ જ સરખી રીતે ઉમેરી વઘાર કરો. અને આ વઘાર મા તૈયાર કરેલા મૂઠીયા ના ટૂકડા ઉમેરીને બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેના ઉપર કોથમીર ભભરાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sheetal Chovatiya
Sheetal Chovatiya @cook_1985
પર
Ahmedabad

Similar Recipes