કસાડિયા (Quesadilla recipe in gujarati)

Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s

#GA4 # week21 કસાડિયા એ એક મેક્સીકન વાનગી છે. આ એક પ્રકારના ગ્રીલ ટોર્ટિલા જેવું જ કહી શકાય. તેમજ ઓથેન્ટિક કસાડિયામાં મુખ્યત્વે મકાઈના લોટની રોટલી વપરાય છે.

કસાડિયા (Quesadilla recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4 # week21 કસાડિયા એ એક મેક્સીકન વાનગી છે. આ એક પ્રકારના ગ્રીલ ટોર્ટિલા જેવું જ કહી શકાય. તેમજ ઓથેન્ટિક કસાડિયામાં મુખ્યત્વે મકાઈના લોટની રોટલી વપરાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 8-10ઘઉંની કાચી-પાકી શેકેલી રોટલીઓ
  2. 1/2 કપબાફેલા રાજમા (લીલા દાણા)
  3. 1/4-1/2 કપપાસ્તા સોસ
  4. 1/4 કપબાફેલા વટાણા
  5. 1/4 કપબાફેલા સ્વીટ કોર્ન
  6. 1/4 કપબોઈલ ગાજર
  7. 1/4 કપકેપ્સીકમ
  8. સ્વાદ મુજબ મીઠું
  9. 1/4-1/2ટીસ્પુન લાલ મરચી પાઉડર
  10. 1/2ટીસ્પુન ચિલી ફલેક્સ
  11. 1ટેબલસ્પુન તેલ
  12. શેકવા માટે તેલ/ઘી/બટર
  13. ચીઝ ક્યુબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તેલ ગરમ કરી કેપ્સીકમને સાંતળો.

  2. 2

    રાજમા, કોર્ન, વટાણા, ગાજર નાખી 1 મિનિટ સાંતળો.

  3. 3

    લાલ મરચી પાઉડર, ચિલી ફલેક્સ, પીઝા સોસ નાખી 2 મિનિટ રાંધો. પુરણ તૈયાર.

  4. 4

    કાચી પાકી રોટલીની બરાબર રંધાયેલા ભાગ પર અડધામાં પુરણ પાથરી, ચીઝ ભભરાવો.

  5. 5

    વાળીને ઘીથી તવા પર બંને બાજુ શેકી લો. વચ્ચેથી કાપી સર્વ કરો એટલે તૈયાર.

  6. 6

    નોંધ:
    - મકાઈની રોટલીની બદલે ઘઉંની રોટલી વાપરીને પણ બનાવી શકાય.
    - તેમજ પુરણમાં કાંદા પણ વાપરી શકાય. તે માટે તેલમાં કાંદા સાંતળી પછી કેપ્સીકમ સાંતળવું.
    - મેં રાજમાના લીલા દાણા વાપર્યા છે તમે કઠોળ રાજમા પણ વાપરી શકો. તે માટે પહેલા કઠોળ રાજમા 8-10 કલાક પલાળી પછી બાફીને લેવા.
    - ઓથેન્ટિક કસાડિયામાં મેરીનારા સોસ (marinara sauce) અને ટાકો સીઝનીંગ વપરાય છે. જેની જગ્યાએ પીઝા સોસ પણ વાપરી શકાય (મેં અહી વાપર્યુ એવી રીતે)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s
પર

Similar Recipes