ફ્રેન્ચ બીન્સ પીઝા (French Beans Pizza Recipe in Gujarati)

NIRAV CHOTALIA
NIRAV CHOTALIA @NiravChotalia007
NAVSARI
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
1 સર્વિંગ
  1. 1પીઝા બન (રેગ્યુલર ક્રસ્ટ)
  2. કિસાન સોસ
  3. અમુલ ચીઝ રેગ્યુલર
  4. બટર
  5. મિક્સ હર્બ્સ
  6. 1 કપફ્રેન્ચ બીન્સ (ફણસી) જીણી સમારેલ
  7. 1 કપછીણેલું કેસરી ગાજર
  8. 1 કપકોબીજ જીણી સમારેલ
  9. 1 ટેબલ સ્પૂનવાટેલા આદુ મરચા
  10. 1 ટી સ્પૂનલસણ ની પેસ્ટ
  11. 2 ટેબલ સ્પૂનતેલ
  12. મીઠું
  13. પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ...
    1 કપ ફ્રેન્ચ બીન્સ (ફણસી) જીણી સમારેલ
    1 કપ છીણેલું કેસરી ગાજર
    1 કપ કોબીજ જીણી સમારેલ રેડી કરો.

  2. 2

    હવે તેને એક કુકર માં ટ્રાન્સફર કરી તેમાં થોડું પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરો.

  3. 3

    કુકર ને એક સીટી વાગે ત્યાં સુધી ગરમ કરો.
    ત્યારબાદ ઢાંકણ ખોલીને ફણસી,ગાજર, કોબીજ માં રહેલ વધારાનું પાણી દૂર કરી લેવું.

  4. 4

    હવે એક વાસણ માં 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરી તેમાં 1 ટેબલ સ્પૂન વાટેલા આદુ મરચા,
    1 ટી સ્પૂન લસણ ની પેસ્ટ કકડાવી ને તેમાં કુકર માં સ્ટીમ કરેલ ફણસી,ગાજર, કોબીજ ને એડ કરી બે મિનિટ માટે બરોબર મીક્ષ કરી લેવું.

  5. 5

    હવે એક પીઝા બન લઈ તેના પર બટર ચોપડી,
    ટોમેટો સોસ ના થોડા થોડા અંતરે ટપકા પાડી,
    તેના પર સ્ટફીંગ પાથરી જરુર મુજબ ચીઝ છીણી
    તેના પર મીક્ષ હર્બ્ઝ સ્પ્રીંકલ કરી
    થોડા થોડા અંતરે સોસ ના નાના ટીપા પાડી
    પીઝાને બેક થવા માટે રેડી કરો...
    પીઝાને પ્રી હીટેડ ઓવન માં 200c ડીગ્રી તાપમાને,
    6થી 7 મીનીટ બેક થવા મુકો..
    અથવા જાડા તળિયા વાળી કઢાઈ કે પેન,
    કે જેને લીડ ઢાંકણ વડે બંધ કરી શકાય..
    તેવા પ્રી હીટેડ વાસણ માં ખુબજ ધીમી આંચે ઢાંકણ ઢાંકીને..
    પીઝા ને પાંચ મિનટ માટે કૂક થવા મુકો.

  6. 6

    તો તૈયાર છે ખુબજ ટેસ્ટી ફ્રેન્ચ બીન્સ પીઝા..🍕🍕🍕🍕

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
NIRAV CHOTALIA
NIRAV CHOTALIA @NiravChotalia007
પર
NAVSARI

Similar Recipes