સ્પાઈસી બર્ગર કિંગ સ્ટાઈલ ટોર્ટીલા રેપ (Spicy Burger King Style

Niral Sindhavad
Niral Sindhavad @nirals

#GA4
#Week23

ટ્રેડિંગ રેપ (Spicy Burger king style Tortilla wraps recipe
આ રેપ રેસીપી ટ્રેન્ડિંગ રેસીપી છે . જે આપણે ઘણી રીતે બનાવી શકીએ છીએ. આપણા ટેસ્ટ મુજબ બર્ગર રીતે,આલુ ટીકી , મખની, પીઝા સ્ટાઈલ એમ અલગ અલગ રીતે આપણે બનાવી શકીએ છીએ. જે નાના-મોટા બધાને પસંદ આવે તેવી રેસીપી છે.

સ્પાઈસી બર્ગર કિંગ સ્ટાઈલ ટોર્ટીલા રેપ (Spicy Burger King Style

#GA4
#Week23

ટ્રેડિંગ રેપ (Spicy Burger king style Tortilla wraps recipe
આ રેપ રેસીપી ટ્રેન્ડિંગ રેસીપી છે . જે આપણે ઘણી રીતે બનાવી શકીએ છીએ. આપણા ટેસ્ટ મુજબ બર્ગર રીતે,આલુ ટીકી , મખની, પીઝા સ્ટાઈલ એમ અલગ અલગ રીતે આપણે બનાવી શકીએ છીએ. જે નાના-મોટા બધાને પસંદ આવે તેવી રેસીપી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૬લોકો માટે
  1. ૧ કપમેંદો
  2. ૧ કપઘઉંનો લોટ
  3. ૧ ટેબલ સ્પૂનમીઠું
  4. ૨ ચમચીઘી
  5. ૧ ટેબલ સ્પૂનતેલ
  6. ૧ ટેબલ સ્પૂનમાખણ
  7. ૪થી૫ ટેબલ સ્પુન ટોમેટો સોસ
  8. ૩થી૪ ટેબલ સ્પૂન માયોનીઝ
  9. ચીઝ સ્લાઈસ
  10. મીડીયમ ડુંગળી રાઉન્ડ સમારેલી
  11. કેપ્સિકમ બારીક સમારેલું
  12. ૩થી૪ ટેબલ સ્પૂન પીઝા સોસ
  13. ૧ કપમોઝરેલા ચીઝ
  14. કક્કો ફુદીના સ્પાઇસી ચટણી
  15. ૧ ટેબલ સ્પૂનચીલી ફ્લેક્સ
  16. ૧ ટેબલ સ્પૂનઓરેગાનો
  17. પેટી બનાવવા માટે
  18. ૩ ટેબલ સ્પૂનતેલ
  19. ૨ કપગાજર ખમણેલું
  20. ૨ કપકોબીજ ઝીણી સમારેલી
  21. લીલી ડુંગળી બારીક સમારેલી
  22. ૧/૨લીલુ લસણ બારીક સમારેલું અથવા લસણ ની પેસ્ટ
  23. વટાણા બાફેલા
  24. ૪થી૫ બાફેલા બટાકા
  25. ૩ ટેબલ સ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  26. ૧ ચમચીમરચું પાઉડર
  27. 1/2 ચમચીહળદર
  28. ૨ ચમચીધાણાજીરું પાઉડર
  29. ૧ ચમચીમરી પાઉડર
  30. ૧ ચમચીગરમ મસાલો
  31. ૧ કપપૌવા નો પાઉડર
  32. ૨ ટેબલ સ્પૂનકોર્ન ફ્લોર
  33. ૨ ટેબલ સ્પૂનમેંદો
  34. ૨ કપબ્રેડ ક્રમસ
  35. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ લોટ લઇ તેમાં તેલ, ઘી અને મીઠું ઉમેરી મિક્સ કરી લો. હવે પાણી નાખી લોટ તૈયાર કરી લો. 20 મિનિટ ઢાંકી રેસ્ટ આપી દો. ત્યારબાદ તેની મોટી રોટલી વણી લો. બે નાની રોટલી તૈયાર કરી તેના પર તેલ લગાવી દો. અને એક ઉપર બીજી રોટલી ઉંધી પાથરી દો. હવે તને તેને ફરીથી થોડી વાણી લો. અને મીડીયમ તાપે થોડી શેકી લો.

  2. 2

    હવે બધી ટ્રોટીલા(રોટી) છૂટી કરી રાખી દો. સોફ્ટ ટ્રોટીલા ની સીટ્સ તમો અગાઉથી પણ તૈયાર કરી શકો છો.

  3. 3

    હવે કડાઈમાં તેલ લઈ તેમાં બટર ઉમેરી ચીલી ફ્લેક્સ અને આદુ મરચાની પેસ્ટ નાખો ત્યારબાદ તેમાં લીલી ડુંગળી અને લસણ સાથે સાંતળી લો. થોડું થયા બાદ તેમાં ગાજર અને કોબીજ ઉમેરી અને મીઠું,લાલ મરચું, ગરમ મસાલો, ચાટ મસાલો, મરી પાઉડર,હળદર, મિક્સ કરી થોડીવાર થવા દો. ત્યારબાદ તેમાં બાફેલા બટાકા અને કોથમીર ઉમેરી મિક્સ કરો. હવે તેને થોડીવાર ઠંડુ થવા દો, ત્યારબાદ તેમાં બટાકા પૌવા નો ભૂકો ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.

  4. 4

    હવે ઠંડુ પડ્યા બાદ તેની બતાવ્યા મુજબ પેટી તૈયાર કરી લો. કોન ફ્લોર અને મેંદો મિક્સ કરી તેમાં પાણી અને થોડું મીઠું ઉમેરી પેસ્ટ તૈયાર કરી લો.હવે કોમ ફ્લોર અને મેંદાની સ્લરી માં ડીપ કરી બ્રેડ ક્રમ્સ માં ફેલાવી ત્યારબાદ તેને મીડીયમ તાપે શેલો ફ્રાય અથવા તો તળી લો.

  5. 5

    હવે રેપ ને વચ્ચે થી સીધુ કટ કરી લો. અને એક સાઈડ માયોનીઝ ઓરેગાનો અને પેટી રાખી દો.બીજી સાઈડ ચીઝ ચીલી સ્પ્રેડ અને તેના પર ટામેટા સોસ ડુંગળી સ્લાઈસ અને કેપ્સિકમ ઉમેરો. ત્રીજી બાજુ ફુદીનાની સ્પાઇસી ચટણી સ્પ્રેડ કરી લો. હવે ટોમેટો કેચપ અને તેના પર મોઝરેલા ચીઝ અને ચીઝ સ્લાઈસ લગાવી દો. અને તેને ધીમા તાપ પર બટર લગાવી બંને બાજુ શેકી(ટોસ્ટ) કરી લો.

  6. 6

    બીજી મેથડ માં રેપ પર પીઝા સોસ લગાવી તેના પર ઝીણી સમારેલી ડુંગળી, મકાઈ ઝીણા સમારેલા કેપ્સીકમ, મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ લગાડી પીઝા રેપ બનાવી શકીએ છીએ. અથવા તો ટોસ્ટરમાં ટોસ્ટ કરી લો.

  7. 7

    તૈયાર છે અલગ-અલગ રેપ જે આપણે કોલ્ડ્રિંક્સ &સોસ સાથે સર્વ કરીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Niral Sindhavad
પર

Similar Recipes