કાચા પપૈયા ના પરોઠા (kachha papaya na paratha recipe in Gujarati)

Shivani Bhatt
Shivani Bhatt @shiv_2011
dubai
શેર કરો

ઘટકો

૧/૨ કલાક
૪ લોકો
  1. ૧ નંગકાચું પપાયું
  2. ૨ ચમચીલીલા મરચા અને લસણ વાટેલા
  3. ૨ ચમચીચણાનો શેકેલ લોટ
  4. ૧/૨ વાટકીકોથમીર
  5. ૧ ચમચીઆમચૂર પાઉડર અથવા ૧/૨ લીંબુ નો રસ
  6. લોટ ની સામગ્રી :-
  7. ૨ કપઘઉં નો લોટ
  8. ૧ ચમચીઅજમાં
  9. ૧ ચમચીમીઠું
  10. ૩ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    પપૈયા ને ધોઈ છાલ કાઠી ખમણી લઈશું.અને મરચા અને લસણ ને વાટી લઈશું.

  2. 2

    હવે એક કડાઈ માં ૨ ચમચી તેલ મુકીશું અને તેમાં રાઈ જીરું નાખી હિંગ અને ત્યારબાદ આદુ મરચા નાખીશું.

  3. 3

    ત્યાર પછી તેમાં પપૈયા નું ખમણ નાખી સાંતળી લઈશું.બાદ માં ધાણાજીરું,મીઠું,હળદર,ચટણી,ગરમ મસાલો,આમચૂર પાઉડર નાંખી મિક્સ કરી લઈશું.

  4. 4

    હવે તેમાં ચણા નો લોટ નાખી મિક્સ કરી લઈશું.અને ગેસ બંધ કરીશું.

  5. 5

    હવે તેમાં ઠંડુ થયા પછી કોથમીર નાખી ફરી મિક્સ કરી દઈશું.(કોથમીર કોઈપણ માં નાખતી વખતે ઠંડુ થાય પછી નાખવાથી તે એકદમ ફ્રેશ રહેશે.)

  6. 6

    હવે લોટ બાંધી લઈશુ.તેના માટે એક બાઉલમાં લોટ લઇ તેમાં મીઠું,અજમાં અને તેલ નાખી રોટલી કરતા થોડો કડક એવો લોટ તૈયાર કરી લઇશું.

  7. 7

    નાના ૨ લુવા લઇ પૂરી બનાવીશું.અને તેમાં મસાલો બનાવ્યો તે મૂકી બીજી પૂરી વણેલ મૂકી પરોઠું વણી લઈશું.

  8. 8

    ત્યાર બાદ ગરમ થયેલ લોઠી પાર પરોઠું બંને બાજુ તેલ મૂકી શેકી લઇશું.

  9. 9

    આપણું પપૈયા પરાઠા તૈયાર છે.દહીં,પાપડ,મરચા અને લસણીયા ગાજર સાથે.

  10. 10

    નોંધ :-

    (1)તમે લીલી ડુંગળી પણ ઉમેરી શકો.એ મરચા અને લસણ પછી ઉમેરવાની રહેશે.એના થી પરાઠા નો ટેસ્ટ વધારે સારો આવશે.

    (૨) તમે અહીં આમચૂર પાઉડર ના બદલે લીંબુ પણ નાખી શકો.પણ મસાલો ઠંડો થયા પછી જેથી કરીને મસાલા નો કલર સારો રહે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shivani Bhatt
Shivani Bhatt @shiv_2011
પર
dubai
I love cooking and i always try making yummy dishes with new ingredients.
વધુ વાંચો

Similar Recipes