પાપડ મેથીનું શાક (Papad Methi Shak Recipe In Gujarati)

Riddhi Shah
Riddhi Shah @cook_886627
સુરેન્દ્રનગર
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. ૨-૩ પાપડ
  2. ૩ ચમચીસૂકી મેથી
  3. 2 ચમચીતેલ
  4. 1/2 ચમચી જીરૂં
  5. 1/2 ચમચી લાલ મસાલો
  6. 1/4 ચમચી હળદર
  7. સ્વાદમુજબ મીઠુ ઉમેરો
  8. 1 ચમચીખાંડ
  9. 1/2 ગ્લાસ પાણી
  10. કોથમીર ગાર્નીશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ૩ ચમચી સૂકી મેથી ને પલાળી ૪ થી ૫ સિટી વગાડી લો.... કુકરમાં બફાઈ જાય એટલે બહાર કાઢી પાણી ગાળી લો અને ત્રણ-ચાર પાણીથી બરાબર ધોઈ લો

  2. 2

    એમાં બે ચમચી તેલ મૂકી ને 1/2ચમચી જીરૂં ઉમેરો અને વઘાર આવે એટલે તેમાં 1/2ચમચી લાલ મસાલો 1/4 ચમચી હળદર સ્વાદમુજબ મીઠુ ઉમેરો અને ત્યારબાદ 1/2 ગ્લાસ પાણી ઉમેરો મિક્સ કરી લો...

  3. 3

    હવે પાણી ઊકળે એટલે તેમાં ૨ થી ૩ પાપડના નાના ટુકડા કરી ઉમેરો અને બરાબર મિક્સ કરો ત્યારબાદ બાફેલી મેથીને ઉમેરો અને મિક્સ કરી દો, ચડી ગયા બાદ તેમાં એક ચમચી ખાંડ ઉમેરો.. ચાર પાંચ મિનિટ ચડવા દો..... કોથમીર થી ગાર્નીશ કરો..... તૈયાર છે પાપડ મેથી નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi Shah
Riddhi Shah @cook_886627
પર
સુરેન્દ્રનગર

Similar Recipes