ફલાવર વટાણા શાક (Cauliflower Vatana Shak Recipe In Gujarati)

વિદ્યા હલવાવાલા
વિદ્યા હલવાવાલા @Vidhya1110
સુરત
શેર કરો

ઘટકો

૧૫ - ૨૦ મિનિટ
૪ જણ માટે
  1. 2 કપફલાવર ની કળી
  2. 3 નંગઝીણા સમારેલા કાંદા
  3. 1 નંગટામેટુ
  4. 2 નંગબટાકા ના ટુકડા
  5. 1/2 કપબાફેલા લીલા વટાણા
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીલસણની પેસ્ટ
  8. 1 ચમચીલીલા મરચાં ની પેસ્ટ
  9. 1 ચમચીલાલ મરચું પાઉડર
  10. 1/2 ચમચીકરી પાઉડર
  11. 1/2 ચમચીધાણાજીરું પાઉડર
  12. 1/2 ચમચીગરમ મસાલો
  13. મીઠું સ્વાદાનુસાર
  14. 4 ચમચા તેલ
  15. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૧૫ - ૨૦ મિનિટ
  1. 1

    એક વાડકામાં તેલ ગરમ થાય એટલે તેમા હળદર અને મીઠું નાખીને ફલાવર ની કળીને ચઢે ત્યાં સુધી સાંતળી લેવી. પછી તેને બીજા બાઉલમા કાઢી બાજુમાં રાખવુ, પછી એજ વાડકામાં તેલ ગરમ થાય એટલે કાંદા ગુલાબી સાતળવા.

  2. 2

    કાંદા સતળાય એટલે તેમા લસણની પેસ્ટ અને લીલુ મરચું અને બટાકા નાખી સાતળવું પછી તેમા થોડુ પાણી નાખી બટાકા ચઢે ત્યાં સુધી ઢાંકી ને થવા દેવુ.

  3. 3

    બટાકા ચઢે એટલે તેમા બાકીના મસાલા ઉમેરી મિક્સ કરી ટામેટુ નાખી નરમ થાય ત્યાં સુધી થવા દેવુ.

  4. 4

    પછી પાણી ઉમેરી ઉકળે આવે એટલે તેમા બાજુમાં રાખેલી ફલાવર ની કળી અને વટાણા ઉમેરી મિક્સ કરવુ બે મિનિટ થવા દેવુ. ફલાવર વટાણા તૈયાર છે ઉપર થી એક ચમચી ઘી નાખવુ. તેને પરાઠા ની સાથે સર્વ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
વિદ્યા હલવાવાલા
પર
સુરત

Similar Recipes