શેર કરો

ઘટકો

૩૦મીનીટ
૪ વ્યક્તિ
  1. ૧ વાટકીકાજુ
  2. ડૂંગળી
  3. ટામેટા
  4. ૧૦ કળી લસણ
  5. નાનો ટુકડો આદું
  6. ૧/૨ વાટકીલીલું લસણ
  7. ૧ ચમચીજીરું
  8. લવિંગ
  9. મરી
  10. 3તમાલપત્ર
  11. બદિયાફૂલ
  12. ૮ ચમચીતેલ
  13. ૧/૨ ચમચીકસૂરી મેથી
  14. 2 ચમચીલાલ મરચું
  15. ૧ ચમચીગરમ મસાલો
  16. ૧ ચમચીધાણજીરૂ
  17. ૧ ચમચીહળદર
  18. સ્વાદ મુજબ મીઠું
  19. કોથમીર સજાવવા
  20. ૩ ચમચીક્રીમ

રાંધવાની સૂચનાઓ

૩૦મીનીટ
  1. 1

    ૧૦ કાજુ પાણી મા પલાળી રાખો. ૬ કાજુ ઉપર સજાવવા રાખો. અને બીજાં કાજુ ને ૧ચમચી તેલ મા શેકી લો. ડુંગળી, ટામેટાં ને કટ કરી લો. બીજી જોઇતા મસાલા કાઢી રેડી કરી લેવા.

  2. 2

    કાજુ શેકેલા કાઢી નાંખો. તે જ કડાઈ મા ૨ ચમચી તેલ મૂકી તેમાં મરી,લવિંગ, ડુંગળી, ટામેટાં,આદું,લસણ, લીલું લસણ નાખી હલાવી ૨ મિનિટ પછી પલાળેલા કાજુ પણ એડ કરી હલાવો. ડુંગળી ટામેટાં ચડી જાય એટલે ગેસ બંધ કરી લો

  3. 3

    હવે ઢંડું પડે એટલે મિક્ષર માં પેસ્ટ બનાવી લો.

  4. 4

    હવે કડાઈ મા 5 ચમચી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું તમાલપત્ર, બદિયાફુલ ઉમેરો હલાવી લો પછી તેમાં ડુંગળી, ટામેટાં ની પેસ્ટ એડ કરી લો. સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ધાણાજીરૂ, મરચું પાઉડર ઉમેરી હલાવી તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરવુ.

  5. 5

    હવે તેલ છૂટું પડે એટલે તેમાં શેકેલા કાજુ ઉમેરી લો. 4 મિનીટ પછી તેના કસુરી મેથી, ગરમ મસાલો ઉમેરો. જોઇતા પ્રમાણ માં પાણી નાખી હલાવી કૂક કરવુ.હવે ક્રીમ ઉમેરી હલાવો.

  6. 6

    હવે તૈયાર થયેલા કાજુ મસાલા કરી માં કોથમીર, લીલું લસણ ઉપર થી ભભરાવી સર્વ કરવા માટે રેડી છે.

  7. 7

    આ કાજુ મસાલા કરી ને ઉપર થી ક્રીમ અને કાજુ મૂકી સજાવો. કાજુ મસાલા કરી ને પરાઠા અને છાશ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
सोनल जयेश सुथार
પર
Ahmedabad
रसोई एक कला है । एक ही व्यंजन दो अलग बनाए तो दोनों का टेस्ट एक जैसा नहीं आता दोनों के टेस्ट अलग होते है ,रसोई में धैर्य चाहिए जो सब के बस की बात नहीं ।रसोई बनानी सब के लिए आसान नहीं। ।किसी को रसोई बोरिंग लगता है पर मेरे लिए रसोई प्रेम और धैर्य से सिंची हुई कला है। सब के लिए अलग और स्वादिष्ट व्यंजन बनान मुझे बहुत पसंद है।
વધુ વાંચો

Similar Recipes