ગટ્ટાનું શાક (Gatta Shak Recipe In Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#GA4
#Week25
#Rajasthani

રાજસ્થાનની પરંપરાગત વાનગી એટલે "ગટ્ટાનું શાક".
આજે હું આપને માટે ખૂબ જ સ્પાઈસી એવું ચટાકેદાર "ગટ્ટાનું શાક"ની રેશિપી લાવી છું. જે રાજસ્થાનનું પ્રખ્યાત પરંપરાગત શાક છે.તમે પણ જરૂરથી બનાવશો.

ગટ્ટાનું શાક (Gatta Shak Recipe In Gujarati)

#GA4
#Week25
#Rajasthani

રાજસ્થાનની પરંપરાગત વાનગી એટલે "ગટ્ટાનું શાક".
આજે હું આપને માટે ખૂબ જ સ્પાઈસી એવું ચટાકેદાર "ગટ્ટાનું શાક"ની રેશિપી લાવી છું. જે રાજસ્થાનનું પ્રખ્યાત પરંપરાગત શાક છે.તમે પણ જરૂરથી બનાવશો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ગટ્ટા બનાવવાની સામગ્રી:-
  2. 1બાઉલ ચણાનો લોટ
  3. 1 વાટકીદહીં
  4. 1 ચમચી લાલ મરચું
  5. 1/2 ચમચી હળદર
  6. જરૂરમુજબ મીઠું
  7. 1/4 ચમચી ખાંડ
  8. 1/2 ચમચી અજમો, 1/2 ચમચી આખા ધાણા ત્રણેય શેકીને ક્રશ કરીને
  9. 2 ચમચીઘી મોણ માટે
  10. 2 ચમચીતેલ મોણ માટે
  11. જરૂર પૂરતું પાણી કણક બાંધવા
  12. વઘાર અને ગ્રેવી માટે:-
  13. 2 મોટા ચમચાતેલ
  14. 1 નંગતજપત્તુ
  15. 2 નંગલવિંગ
  16. 1/2 ચમચી જીરૂ
  17. 5કળી સૂકુ લસણ જીણુ સમારેલું
  18. 3 ચમચીલીલું લસણ જીણુ સમારેલુંં
  19. 3નંંગ મોટી ડુંગળી જીણી સમારેલી
  20. 4-5 નંગટમેટાની પ્યુરી
  21. 4 ચમચીલસણીયુ મરચું
  22. 1/2 ચમચી હળદર
  23. 2 ચમચીધાણાજીરું
  24. 1/2 ચમચી ગરમ મસાલો
  25. 1ઈચ આદુનો ટુકડો ક્રશ કરીને
  26. 2 નંગલીલા મરચાં જીણા સમારેલા
  27. 8-10મીઠા લીમડાના પાન
  28. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચણાના લોટમા ઉપર જણાવ્યા પ્રમાણેના મસાલા અને બંન્ને મોણ મીક્સ કરી દહીં મીક્સ કરી કણક બાંધો. જરૂર પડયે પાણી ઉમેરો અને બહુ કઠણ કે બહુ ઢીલી નહીં એવી કણક બાંધી લો.5 મિનીટ કણકને ઢાંકી ને રેસ્ટ આપો.

  2. 2

    પાંચ મિનિટ પછી કણકને તેલવાળો હાથ કરીને કેળવી લો અને તેમાંથી મૂઠીયાના વાટા બનાવીએ એવા વાટા તૈયાર કરો.ગેસ પર તપેલીમાં 3 ગ્લાસ પાણી ઉકળવા મૂકો તેમાં 0l ચમચી મીઠું ઉમેરો.પાણી ઉકળતાં તેમાં વાટા બફાવા માટે મૂકો 8-10 મિનિટમાં વાટા બફાઈ જશે.વાટાની સપાટી પર નાના બબલ્સ જોવા મળશે.જે વાટા બફાઈ ગયાની નિશાની છે.ઘણી વખત મૂઠીયાની જેમજ તીરાડો પણ પડે છે.

  3. 3

    તપેલી ઉતારી વાટા કાઢી લો અને પાણી બાજુ પર રાખી દો.વાટા થોડા ઠંડા થવા દો.ત્યારબાદ તેના નાના ટુકડા કરી લો.

  4. 4

    હવે કડાઈમાં વઘાર માટે તેલ મૂકો.ગરમ થતાં તેમાં એક પછી એક તજપત્તુ,લવિંગ,સૂકુ મરચુ,લસણના ટુકડા,જીરૂ,લીમડાના પાન,ક્રશ કરેલું આદુ,ઉમેરો.પછી તેમાં ડુંગળી ઉમેરો. ડુંગળી સાંતળો.બરાબર સંતળાય પછી તેમાં ટોમેટોપ્યુરી ઉમેરો.અને થોડીવાર ચડવા દો.

  5. 5

    એ પછી તેમાં લસણીયુ મરચું અને સાદુ મરચું ઉમેરો અને ચડવા દો.એ પછી તેમાંહળદર,ધાણાજીરું, મીઠું અને ખાંડ ઉમેરો.અને થોડીવાર બધા મસાલા એકરસ થવા દો. પછી તેમાં કટ્ટ કરેલા ગટ્ટા ઉમેરી દો.અને મિક્સ કરો.

  6. 6

    હવે તેમાં વાટા બાફીને એકબાજુ મૂકેલું પાણી થોડું (એક ગ્લાસ જેટલું)ઉમેરી ચડવા દો.લીલું લસણ ઉમેરી દો.અને બધું જ સારી રીતે મિક્સ થઈ જાય એટલે ઉતારી લો.અને કોથમીર છાંટી દો.

  7. 7

    એક સર્વિંગ બાઉલમાં ગટ્ટાનુ શાક લઈ કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. આ શાક એકદમ સ્વાદિષ્ટ,સ્પાઈસી અને ચટાકેદાર બને છે બનાવવામાં ઈઝી પણ છે.અને કોઈપણ રોટી,પરાઠા,રોટલા કે પૂરી,નાન સાથે ખાઈ શકાય છે.

  8. 8

    ગટ્ટાનુ શાક એકલું પણ ખાઈ શકાય છે.મેં એકલું જ સર્વ કરેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

ટિપ્પણીઓ (5)

Similar Recipes