રાંદેર ની પ્રખ્યાત આલુ પૂરી(Rander Famous Aloo Puri Recipe In Gujarati)

Vaishali Parmar
Vaishali Parmar @vaishu2310

રાંદેર ની પ્રખ્યાત આલુ પૂરી(Rander Famous Aloo Puri Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પૂરી માટે :
  2. ૧ કપમેંદો,
  3. મીઠું,
  4. ૨ ચમચીતેલ,
  5. પાણી
  6. કોકમ ની ચટણી માટે
  7. ૧૦ કોકમ
  8. ૧/૨ કપપાણી
  9. મીઠું
  10. ૧ ટી સ્પૂન લાલ મરચું
  11. ૧ ટી સ્પૂન શેકેલા જીરા પાઉડર
  12. ૧ ટી સ્પૂન સંચળ
  13. લીલી ચટણી:
  14. ૧/૨ કપકોથમીર
  15. લીલા મરચાં
  16. મીઠું
  17. ૧/૨ ઇંચઆદું
  18. ૧/૪ કપફૂદીનો
  19. રગડા માટે:
  20. ૧/૨ કપસૂકા સફેદ વટાણા
  21. બાફેલા બટાકા
  22. ૧ ટે સ્પૂનધાણાજીરું
  23. ૧/૨ ટે સ્પૂનલાલ મરચું
  24. ૧ ટે સ્પૂન પાવભાજી મસાલો
  25. ૧ ટે સ્પૂન ગરમ મસાલો
  26. ૧/૪ ટે સ્પૂનહિંગ
  27. મીઠું
  28. ૨ ટે સ્પૂન તેલ
  29. પાણીપુરી ની પૂરી
  30. સ્લાઈસ કરેલી ડુંગળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદા માં મીઠું,તેલ મિક્સ કરી પાણી થી લોટ બાંધી લો

  2. 2

    ૧૫ મિનિટ રેસ્ટ આપી કેળવી લો લુઆ પાડો

  3. 3

    પતલી રોટલી વણી લો કટર થી નાની પૂરી કાપી લો

  4. 4

    નોર્મલ ગરમ તેલ માં ૧/૨ મિનિટ એક બાજુ ને ૧/૨ મિનિટ બીજી બાજુ તળી લો ટીશ્યુ પેપર પર ગોઠવી ઉપર બીજું tisue પેપર મૂકી

  5. 5

    તેના પર વજન મૂકી ૧૦ મિનિટ રહેવા દો

  6. 6

    પછી ભેગી કરી ડબ્બા માં ભરી લો

  7. 7

    વટાણા અને કોકમ ને ધોઈ પાણી નાખી ૬ કલાક પલાડી દો

  8. 8

    વટાણા ને કૂકર માં મીઠું અને સોડા બાય કાર્બ નાખી ૬ થી ૮ સિટી વગાડો અને બટાકા અલગ બાફી લો

  9. 9

    એક બાઉલ માં મીઠું,મરચું,ગરમ મસાલો, પાવભાજી મસાલો,ધાણા જીરું, હિંગ અને પાણી નાખી મિક્સ કરો

  10. 10

    તેલ ગરમ કરી તેમાં મસાલા ની પેસ્ટ નાખી ૨-૩ મિનિટ સાંતળો

  11. 11

    બટાકા નાના કાપી ને તેલ માં નાખો વટાણા નાખો બરાબર હલાવો કોથમીર નાખી લો

  12. 12

    પાણીપુરી ની પૂરી નો ભુક્કો કરી લો

  13. 13

    કોકમ ને પાણી સાથે મિક્ષી માં લો તેમાં મરચુ, મીઠું,સંચળ અને સેકેલા જીરૂ નાખી ક્રશ કરી લો સૂપ સ્ટ્રેનર થી ગાળી લો કોકમ ની ચટણી તૈયાર છે

  14. 14

    બધું રેડી કરી લો ડીશ માં પૂરી ગોઠવો તેના પર રગડો મુકો તેના પર કોકમ ની ચટણી મુકો

  15. 15

    તેના પર લીલી ચટણી મુકો પાણીપુરી નો ભુક્કો મુકો તેના પર ડુંગળી મૂકી તેના પર ચાટ મસાલો નાખો કોથમીર નાખી સર્વ કરો રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Parmar
Vaishali Parmar @vaishu2310
પર

Similar Recipes