રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મુઠીયા બનવા
  2. ૧ વાટકીરાંધેલો ભાત
  3. ૨ ચમચીઘઉં નો લોટ
  4. ૩ ચમચીચણા નો લોટ
  5. સ્વાદ મુજબ મીઠું
  6. ૨ નગલીલા મરચા કટ કરી ને
  7. ૧ ચમચીઝીણી સમારેલી કોથમીર
  8. ૧/૪ટી.સૂપન હળદર
  9. ૧/૨ ચમચીમરચું પાઉડર
  10. ૧/૨ ચમચીમરચું પાઉડર
  11. ૧/૪ ચમચીધાણા પાઉડર
  12. ૧ ચમચીખાંડ
  13. ગ્રેવી માટે
  14. ૧ ગ્લાસછાસ
  15. ૨ ચમચીબેસન
  16. ૧/૪ ટી સ્પૂનહળદર
  17. સ્વાદ મુજબ મીઠુ છાસ ના ભાગ નું
  18. ૧/૨ ચમચીધાણા પાઉડર
  19. વઘાર માટે
  20. ૧ મોટી ચમચીતેલ
  21. ૧/૨ ચમચીમરચું પાઉડર
  22. ૧ નગઆખું લાલ મરચું
  23. ૧/૪ ટી સ્પૂનરાઈ
  24. ૧/૪ ટી સ્પૂનહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલાં એક બાઉલ માં રાંધેલો ભાત લઈ લો અને તેને થોડો મસળી લો પછી તેમાં ચણા નો લોટ અને ઘઉં નો લોટ નાખી દો

  2. 2

    પછી તેમાં મીઠું,નાખી, મરચું પાઉડર અને ધાણા પાઉડર નાખી મિક્સ કરી લો પછી તેમાં કટ કરેલા લીલા મરચાં નાખીને મિક્સ કરો અને પછી તેમાં કોથમીર નાખી દો અને મિક્સ કરી તેમાં ખાંડ અને સોડા નાખી દો પછી તેલ વાળો હાથ કરી તેના મુઠીયા વડી ને તૈયાર કરી લો

  3. 3

    પછી એક બાઉલ માં છાસ લઈ તેમાં ચણા નો લોટ નાખી મિક્સ કરો જેથી કરી ને ગઠા ના.પડે પછી તેમાં મીઠું નાખી અને હળદર નાખી અનેધાણા પાઉડર નાખી મિક્સ કરી લો

  4. 4

    પછી.એક કડાઈ લઈ તેને ગેસ પર મૂકી દોને તેમાં છાસ નું બેટર નાખી દો અને તેને ઉકળવા દો બેટર ઉકળવા લાગે એટલે તેમાં મુઠીયા નાખી દો અને ૫ મિનિટ સુધી જેને ઉકળવા દો અને ઉપર થી ઢાંકી ને તેને ચડવા દો પાંચ મિનિટ સુધી ઉકળવા દો પાંચ મિનિટ પછી મુઠીયા એકદમ સરસ ફૂલી જશે

  5. 5

    પછી એક વઘરીયા માં તેલ લઇ લો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી દો રાઈ તતડી જાય એટલે તેમાં હિંગ નાખી ગેસ બંધ કરી લો પછી તેમાં મરચું પાઉડર નાખી ને લાલ મરચું આખું નાખી દો અને તેને છાસ ના મિશ્રણ માં નાખી દો

  6. 6

    પછી રસિયા મુઠીયા ને સર્વિગ બાઉલ માં લઇ લો અને ઉપર થી કોથમીર થી ગાર્નિશ કરી ને રસિયા મુઠીયા ને ગરમાંગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
પર

Similar Recipes