વેજીટેબલ હાંડી બિરયાની (Vegetable Handi Biryani Recipe In Gujarati)

Jigna Shah
Jigna Shah @jigna

વેજીટેબલ હાંડી બિરયાની (Vegetable Handi Biryani Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ થી ૫ લોકો માટ
  1. ૨+૧/૨ કપ ચોખા
  2. ડુંગળી(૨ ડુંગળી તળી લેવી.)
  3. બટાકા
  4. કેપ્સિકમ
  5. ૧/૨ કપકોબીજ
  6. ૧/૨ કપફૂલગોબી
  7. ૧/૨ કપફણસી
  8. ૧/૨ કપવટાણા
  9. ગાજર
  10. ૧ કપધાણા
  11. ૧ કપકાજુ
  12. ૧-૧/૨ કપ દહીં
  13. ૧ કપદૂધ
  14. ૧૦ થી ૧૫ રેસાં કેસર
  15. ચોખા બાફવા માટે પાણી
  16. ૨ ચમચીઆદું મરચાં અને લસણ ની પેસ્ટ
  17. વઘાર માટે
  18. ૧/૨ કપતેલ
  19. ૨થી ૩ ચમચી ઘી
  20. ૧ ચમચીજીરું
  21. ૧/૪ ચમચી હિંગ
  22. ૩-૪ ટુકડા તજ
  23. ૫-૬ પત્તા તમાલપત્ર
  24. ૫-૬ ઈલાયચી
  25. ૨-૩ સ્ટાર ફૂલ
  26. ૫-૬ આખા મરી
  27. મસાલા માટે
  28. ૨ ચમચીલાલ મરચું
  29. ૧ ચમચીહળદર
  30. ૨ ચમચીધણાજીરું
  31. ૨ ચમચીકસૂરી મેથી
  32. ૨ ચમચીબિરયાની મસાલો
  33. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    બધા વેજીટેબલ કાપી ને તૈયાર કરી લેવા.

  2. 2

    કાજુ અને ડુંગળી તળી લેવાં.

  3. 3

    ચોખા કરતા ડબલ પાણી લઈ તેમાં મીઠું,ઈલાયચી,તજ અને તમાલપત્ર અને ઘી નાખી છુટ્ટા બાફી લો અને ચોખા ના દાણા બહુ ચડી ના જાય તે ધ્યાન રાખવું.(આપને ઉપર જે મસાલા લીધા છે તેમાંથી ૨- ૩ તજ,લવીંગ મરી અને ઈલાયચી તમાલપત્ર લેવા અને બાકી ના વઘાર માં લેવા).

  4. 4

    તેલ અને ઘી ગરમ થાય એટલે જીરું, હિંગ,તજ,તમાલપત્ર, ઈલાયચી નાખી તતડાવી તેમાં ડુંગળી નાખો.

  5. 5

    ડુંગળી સંતડાઈ જાય તેમાં આદું, મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરી ૨ મિનિટ સાંતળો.પછી બધા વેજીટેબલ ઉમેરી દેવાં.

  6. 6

    શાક થોડું ચડી જાય એટલે બધા મસાલા ઉમેરી ૧કપ દહીં ઉમેરી હલાવી લો.દૂધ માં કેસર નાખી તૈયાર કરી લો.

  7. 7

    હાંડી માં ઘી ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલું શાક ત્યાર પછી ચોખા નાખી લેયર બનાવતાં જાવો.

  8. 8

    ત્યાર પછી કેસર વાળા દૂધ રેડવું ત્યાર પછી તળેલા કાજુ અને ડુંગળી અને ધાણા ગાર્નિશ કરવા ત્યાર પછી ફરી શાક ની ગ્રેવી જે બનાવી તે ઉમેરવી.

  9. 9

    ત્યાર પછી આજ રીતે બધું રીપીટ્ કરી લેવું.

  10. 10

    જ્યાં સુધી હાંડી ભરાય ત્યાં સુધી લેયર બનાવતાં જવું.

  11. 11

    આ રીતે રોટલી તૈયાર કરી હાંડી પર ઢાંકી એને ધીમાં તાપે મૂકી એને થોડી વાર સિઝાવા દેવું.

  12. 12

    થઈ જાય એટલે ગરમા ગરમ રાયતાં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Shah
Jigna Shah @jigna
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes