રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપચોખા
  2. ૧/૨ કપ મોગર દાળ
  3. ડુંગળી
  4. બટાકુ
  5. ૧ ચમચો વટાણા
  6. ૧ ચમચો શીંગદાણા
  7. ૧ ચમચો કોબીજ
  8. ૫-૬ કળી લસણ
  9. કાજુ
  10. સૂકા લાલ મરચા
  11. લવિંગ
  12. ઈલાયચી
  13. તમાલપત્ર
  14. ટુકડોતજ નો
  15. ૧ ચમચો તેલ
  16. મીઠું સ્વાદ અનુસાર
  17. ૧ /૪ ચમચી હળદર
  18. ૧ ચમચીલાલ મરચું
  19. ૧ ચમચીરાઈ
  20. ૧/૨ ચમચી હિંગ પાઉડર
  21. મીઠા લીમડા ના પાન
  22. કોથમીર ગાર્નિશ માટે
  23. પાણી જરૂર મુજબ
  24. ૧ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા અને દાળ ને પલાળી ને ૨ -૩ પાણી થી ધોઈ લેવા.

  2. 2

    બધા શાક સમારી લેવા.વટાણા છોલી લેવા. ખડા મસાલા એકઠ્ઠા કરવા.

  3. 3

    કુકર માં તેલ ગરમ કરી તેમાં ખડા મસાલા એડ કરવા.ખડા મસાલા એડ કરી રાઈ અને હિંગ એડ કરવા. રાઈ તતડે એટલે ઝીણું સમારેલું લસણ એડ કરવુ.

  4. 4

    લસણ થોડું સંતળાય પછી તેમાં શીંગદાણા અને કાજુ એડ કરવા.ત્યારબાદ તેમાં બધા શાક એડ કરી મીઠું,લાલ મરચું અને હળદર એડ કરવી.

  5. 5

    બધું મિક્સ કરી ને પલાળેલા ચોખા અને દાળ એડ કરી પાણી નાખી ને ૨ -૩ વિસલ વાગે પછી ગેસ ઓફ કરવો.

  6. 6

    તૈયાર છે રજવાડી ખીચડી.સર્વિંગ ડીશ માં લઈ ઘી પોર કરી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવી.

  7. 7

    મસાલા તમે તમારી રીતે એડ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes