ખીર (Kheer Recipe In Gujarati)

Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને વાસણ મા ઉમેરો.ગેસ પર મૂકો.
- 2
એક ઊભરો આવે એટલે એમા પલાળેલા ચોખા ઉમેરો.ચોખા ને દૂધ મા પકાવો.
- 3
એમા ખાંડ ઉમેરો.ચોખા ચડવા આવે એટલે ઈલાયચી પાઉડર, સૂકા મેવા ઉમેરો.
- 4
થોડુ ઘટ થાય પછી ગેસ પર થઈ ઉતારી ઠંડુ કરૉ.ફીઝ મા મૂકી ઠંડુ થાય પછી પરીસો.
- 5
ઉપર થી સૂકો મેવો સજવો.
Similar Recipes
-
કુકર માં ખીર(Kheer Recipe In Gujarati)
આજે ખીર પૂરી ની ઇચ્છા થઇ.કૂકર મા ફક્ત અડધા કલાક મા ખીર તૈયાર થઈ છે.#ફટાફટ Mrs Viraj Prashant Vasavada -
-
-
બંગાળી ખીર (Bengali Kheer Recipe In Gujarati)
બંગાળી ખીર ચાલેર પાયેશ ના નામથી ઓળખાય છે. બંગાળીમાં ચાલ એટલે ચોખા અને પાયેશ એટલે ખીર. આ ખીર બનાવતી વખતે તેમાં તમાલપત્ર, તજ અને આખી ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે અને એ જ વસ્તુ એને બીજી ખીર કરતા અલગ પાડે છે. તમાલપત્ર અને તજ ની એક ખુબ જ સરસ સુગંધ મળે છે. ખીર એ શુભ પ્રસંગોએ તેમ જ તહેવારોમાં બનાવવામાં આવતી વસ્તુ છે જે ખૂબ જ ઓછી સામગ્રીથી બની જાય છે. આ ખીર બનાવતી વખતે દૂધ ને થોડું ઉકાળવામાં આવે છે જેના લીધે એનો સ્વાદ એકદમ વધી જાય છે.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
ચોખા ની ખીર (Chokha Kheer Recipe In Gujarati)
ચોખા ની ખીર એક એવી મીઠાઇ છે જે કોઇ ખાસ પ્રસંગે જરૂરથી પીરસવામાં આવે છે. રાંધેલા ભાત, ચરબીયુક્ત દૂધ અને સાકરની મીઠાશ વડે બનતી આ ખીરમાં ઇલાયચી અને કેસર વગેરે ઉમેરવાથી તે મજેદાર સુગંધી અને મલાઇદાર બને છે.આ ચોખાની ખીર બાળકોને તો ભાવે પણ વડીલોને પણ એટલી જ ભાવે એવી બને છે, એટલે ખાસ પ્રસંગે લોકો તેને મજાથી માણે છે.આ ઉપરાંત આ ખીર ભગવાનના પ્રસાદ તરીકે મંદીરોમાં પણ ધરવામાં આવે છે.મંદીરમાં તો આ ખીર તાંબાના મોટા તપેલામાં બનાવવામાં આવે છે જે ખીરને વધુ ઉત્કૃષ્ટ બનાવી સુગંધ અને સ્વાદમાં વધારો કરે છે.#AM2 Nidhi Sanghvi -
-
રાજભોગ ખીર
#ઇબુક૧# ૩૩#fruitsઆમ તો બાળકો દૂધ થી દૂર ભાગે છે અને ડ્રાયફ્રૂટસ તો કોઈ ને ગમતા નથી. તો આ એક એવું સોલ્યુશ છે જેના થી આસાની થી બન્ને વસ્તુ ખાઈ લે છે. Chhaya Panchal -
કડાના ચોખાની ખીર (Brown Rice Kheer Recipe In Gujarati)
#MDCમધર્સ ડે રેસીપી ચેલેન્જ આ એક વિસરાતી પારંપરિક વાનગી છે એ હું મારી માતાને અર્પણ કરું છું..🙏...જે ડાયેટરી ફાઇબર્સ અને કેલ્શિયમ થી ભરપૂર છે તેમાં મેગ્નેશિયમ,વિટામિન્સ તેમજ રોગપ્રતિકારક શક્તિ રહેલા છે જે હાર્ટ ફ્રેન્ડલી છે તેમજ વેઈટલોસ માટે તેમજ ડાયાબિટીક માટે ઔષધિ રૂપે ઉપયોગી છે. Sudha Banjara Vasani -
કેરેમલ ખીર (Caramel Kheer Recipe In Gujarati)
#SSRશ્રાધ્ધ માં ખીર કે દૂધપાક બનાવું. આમ પણ દૂધની રેસીપી બનાવી જમવા અને જમાડવાનું મહત્વ છે. ભાદરવા મહિનામાં ગરમીને લીધે પિત્ત બને અને દૂધ અને સાકરની વાનગી ખાવાથી પિત્ત નું શમન થાય છે.ખીર, દૂધ પાક કે સેવૈયા ખીર તો દર વખતે બનાવું આજે કેરેમલાઈઝ્ડ ખીર બનાવી જે બહુ જ સરસ બની અને બધા ને ખૂબ જ ભાવી. કેરેમલને લીધે આ ખીર નો કલર પિંકીશ આવશે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
ડ્રાયફ્રુટસ ખીર (Dryfruits Kheer Recipe In Gujarati)
#DFT#Diwali21#CookpadIndia#Cookpadgujarati#DRYFRUITSKHEER#kheer#VANDANASFOODCLUBબધાને હેપ્પી દિપાવલીદિવાળી ચાલુ થાય એટલે દરેક ના ઘરમાં અવનવા પકવાન બનતા હોય છે અને ઘણાં લોકો ના ઘરમાં તો વર્ષોથી ચાલી આવતા ટ્રેડિશન પણ હોય જે એજ પકવાન કે ભાડું ઘરમાં દર વર્ષે બને. એવી જ રીતે અમારે ત્યાં પણ એક ટ્રેડિશન છે દર વર્ષે ઘન તેરસ પર લાપસી, પછી કાળી ચૌદશ પર ખીર કે દૂધપાક અને દિવાળી ના દિવસે વેઢમી એટલે પૂરણ પોળી બનાવવા માં આવતી મારી મમ્મી દર વર્ષે આજ બનાવતી અને હવે હું પણ એ ટ્રેડિશન ફોલ્લો કરું છું તો એજ પ્રસંગ ને ધ્યાન માં રાખતા મે આજે ડ્રાય ફ્રૂટસ ખીર બનાવેલ છે. આમ પણ હિન્દુ ટ્રેડિશનમાં ખીર એ દરેક નાના મોટા તહેવાર માં બનાવવા માં આવતી ટ્રેડિશનલટ્રેડિશનલ સ્વાદિષ્ટ સ્વીટ છે. Vandana Darji -
-
-
ચોખાની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#goldenapron3#week -17#kheerખીર આપણે વિવિધ પ્રકારની બનાવતા હોય છે પરંતુ જે આપણી પરંપરાગત ચોખા માંથી બનતી ખીર જેને આપણે ત્યોહાર પર કે ભગવાન ને ભોગ ધરાવવા માટે બનાવતા હોય છે .. Kalpana Parmar -
ખીર (Kheer Recipe In Gujarati)
#GA4#Week8ખીર લગભગ બધાને ખૂબ જ પ્રિય હોય છે.ખીર ના ઘણા બધા ફાયદા છે.ખીર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે.ખીર ગરમી ઘટાડે છે, તેમજ પેટ સાફ કરવા માટે ઉપયોગી છે. ખીરથી આપણા શરીરમાં થયેલું પિત્ત પણ દૂર થાય છે. Hemali Chavda -
-
-
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
દૂધપાકએ દૂધ માં થી બનતી મીઠી વાનગી છે જેને તહેવાર માં બધા ની ઘેર બનાવતા હોય છે પણ અમારા ઘર માં બધા ને બહુ ભાવે એટલે મન થાય એટલે બની જાય એટલે આજે એની રેસિપી શેર કરું છું Jinkal Sinha -
-
મખાના ખીર (Makhana Kheer Recipe In Gujarati)
#RC2#cookpadgujarati#cookpadindia મખાના એટલે કે કમલ ના ફૂલ ના બીજ જે અનેક પ્રકારના પોષક તત્વો થી ભરપૂર હોય છે એટલે આ ખીર ખૂબ હેલ્થી બને છે. ઉત્તર ભારત માં તો આ ખીર નવરાત્રિ ના ઉપવાસ માં બનાવવા માં આવે છે. મખાના થી બનતી આ ખીર સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. અને બનાવવા માં પણ ખૂબ સરળ છે.. ખૂબ જલ્દી થી બની જતી આ ખીર પાર્ટી desert તરીકે પણ સર્વ કરી શકાય છે. Neeti Patel -
-
ખીર (Kheer Recipe In Gujarati)
ખીર બધાના ઘર મા બનતી હોય છે સરળ અને ઝડપી બનતી આ recipe હું અહીં શેર કરું છું #mr Dhruti Raval -
-
રજવાડી સેવૈયા ખીર (Rajwadi Sevaiya Kheer Recipe In Gujarati)
#WDC : રજવાડી સેવૈયા ખીરખીર ઘણી ટાઈપ ની બની શકે છે સાબુદાણા, ચોખા 🍚, ગાજર , રતાળુ ,સામા , શક્કરિયા તો આજે મેં વર્મિસલી સેવ માંથી રજવાડી સેવૈયા ખીર બનાવી. મને દૂધ ની મીઠાઈ અને ઠંડી વસ્તુ ખૂબ જ પસંદ છે. Sonal Modha -
-
-
-
દૂધપાક (Dudhpak recipe in Gujarati)
દૂધપાક ગુજરાત રાજ્યની ટ્રેડિશનલ મીઠાઈ છે. દૂધપાક અને ખીર બંને દૂધ અને ચોખા માંથી બનાવામાં આવતી મીઠાઈ છે પરંતુ દૂધપાકમાં ચોખા ઓછા ઉમેરવામાં આવે છે અને દૂધને વધારે બાળવામાં આવે છે જેથી કરીને એનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. દૂધપાકમાં સુકામેવા અને ઈલાયચી ઉમેરવામાં આવે છે પરંતુ દૂધપાકમાં ઉમેરવામાં આવતી ચારોળીના લીધે દૂધપાક ખાવાની મજા વધી જાય છે. દૂધપાક વાર-તહેવારે, સારા પ્રસંગોએ કે પૂજા વગેરે માં બનાવામાં આવતી મીઠાઈ છે જે સામાન્ય રીતે પૂરી ની સાથે પીરસવામાં આવે છે, પરંતુ દૂધપાક ને ડીઝર્ટ તરીકે પણ પીરસી શકાય.#childhood#ff3#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14990261
ટિપ્પણીઓ (10)