રોટલી ના પકોડા (Rotli Pakoda Recipe In Gujarati)

Sureshkumar Kotadiya
Sureshkumar Kotadiya @cook_29823477

આ રેસીપી મેં બ્રેડ પકોડા માં વધુ પડતા તળવા થી તેલ રહી જતા હોવાથી થી મેં એક અલગ રીતે થી બનાવાની ટ્રાય કરી છે.
બ્રેડ પકોડા ને પણ ભૂલી જશો તેવા - રોટલી ના પકોડા

રોટલી ના પકોડા (Rotli Pakoda Recipe In Gujarati)

આ રેસીપી મેં બ્રેડ પકોડા માં વધુ પડતા તળવા થી તેલ રહી જતા હોવાથી થી મેં એક અલગ રીતે થી બનાવાની ટ્રાય કરી છે.
બ્રેડ પકોડા ને પણ ભૂલી જશો તેવા - રોટલી ના પકોડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 વ્યક્તિ માટે
  1. 3- બાફેલા બટેકા
  2. ઘઉં ના લોટ ની રોટલી
  3. 2 વાટકી - ચણા નો લોટ
  4. 1-1લાલ - લીલું મરચું
  5. 1 ઇંચઆદુ નો ટુકડો
  6. 5-6કળી લસણ
  7. થોડાલીલા ધાણા
  8. તળવા માટે તેલ
  9. મસાલા માટે ના ઘટકો
  10. 2 ચમચી- દાબેલી નો મસાલો
  11. 1 ચમચી- લાલ મરચું
  12. 1 ચમચી- આમચુર પાઉડર
  13. 1/2 ચમચી- હળદર
  14. 1 ચમચી- ચીલી ફ્લેક્સ
  15. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ આપડે એક ચણા ના લોટ નું બેટર બનાવી લઈશુ, એક બાઉલ માં 2 વાટકી ચણા નો લોટ લો તેમાં હળદર, મીઠુ, લાલ મરચું, કોથમીર નાખી પાણી થી બેટર તૈયાર કરી એક બાજુ મુકી દેવું.

  2. 2

    હવે બટેકા નું સ્ટફિંગ તૈયાર કરી લઈશુ તેના માટે બાફેલા બટેકા માં લીલું -લાલ મરચા, આદુ, લસણ, દાબેલી નો મસાલો, હળદર, ચીલી ફ્લેક્સ, મીઠુ, આમચુર પાઉડર, કોથમીર નાખી સારી રીતે મિક્ષ કરી લો.

  3. 3

    ત્યારબાદ એક ઘઉં ની રોટલી પર બટેકા ના મસાલા ને સારી રીતે આખી રોટલી માં લગાવી તેના પર બીજી રોટલી મુકી તેના + માં ભાગ પાડી એક પ્લેટ માં લઇ લો.

  4. 4

    ત્યારબાદ ચણા ના બેટર માં મસાલા ભરેલ રોટલી ના પિસ મેં બેટર માં સારી રીતે બોળી તેલ માં ધીમા તાપે તળી લેવા.

  5. 5

    ત્યારબાદ રોટલી ના પકોડા ને તમે ડુંગળી, આંબલી ની ચટણી, કોથમીર મરચા ની ચટણી સાથે આનંદ લઇ શકો છો 🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sureshkumar Kotadiya
Sureshkumar Kotadiya @cook_29823477
પર

Similar Recipes