સ્ટફ દહીં ભલ્લા ચાટ (Stuff Dahi Bhalla Chaat Recipe In Gujarati)

#PS
ચાટ મૂળ તો ઉતરપ્રદેશ ની વાનગી ગણાય છે... દહીં, વિવિધ ચટણી નો ઉપયોગ કરી ને બનાવતી દરેક વસ્તુ ચાટ માં ગણાય છે... પાણીપુરી, ભેળ, દહીં પૂરી, સમોસા...દહીં વડા, દહીં ભલ્લા... દહીં ભલ્લા મૂળ તો દાળ પલાળી ને બનાવતા હોઈ છે પણ આજે મેં દહીં ભલ્લા અલગ રીતે બટેટામાં ચણા ને સ્ટફ કરી ને બનાવ્યા છે.
સ્ટફ દહીં ભલ્લા ચાટ (Stuff Dahi Bhalla Chaat Recipe In Gujarati)
#PS
ચાટ મૂળ તો ઉતરપ્રદેશ ની વાનગી ગણાય છે... દહીં, વિવિધ ચટણી નો ઉપયોગ કરી ને બનાવતી દરેક વસ્તુ ચાટ માં ગણાય છે... પાણીપુરી, ભેળ, દહીં પૂરી, સમોસા...દહીં વડા, દહીં ભલ્લા... દહીં ભલ્લા મૂળ તો દાળ પલાળી ને બનાવતા હોઈ છે પણ આજે મેં દહીં ભલ્લા અલગ રીતે બટેટામાં ચણા ને સ્ટફ કરી ને બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ ગરમ કરી, તેમાં આદુ, મરચા લસણની પેસ્ટ ઉમેરી તેમાં ડુંગળી નાખી સાંતળી લો..હવે તેમાં બાફેલા ચણા અને એક બાફેલું બટાકુ ઉમેરી મેશર વડે મેશ કરી લો.
- 2
હવે તેમાં બધા મસાલા કરી સરસ મિક્સ કરી લો...સ્ટફિંગ ઠંડુ થવા દો.
- 3
હવે બાફેલા બટેટાને મેશ કરી તેમાં મીઠું અને થોડો તપખીર ઉમેરી મિક્સ કરી લો...એક લુવો લઈ હાથ વડે થેપી ને પૂરી જેવું કરી તેમાં ચણા નું સ્ટફિંગ ભરી લો.
- 4
હવે હલકા હાથે ફરી ગોળો વાળી લો... તપખીર માં રગદોળી ગરમ તેલ માં તળી લો.
- 5
દહીં એક તપેલી માં લઇ તેમાં મીઠું અને ખાંડ ઉમેરી ચમચા વડે સહેજ જેરી લો.
- 6
તૈયાર ભલ્લા ને એક પ્લેટ માં લઇ ચમચી વડે સહેજ દબાવી દો.. તેના પર દહીં, લીલી ચટણી, લસણની ચટણી, ગોળ આમલીની ચટણી નાખી ઉપર નાયલોન સેવ નાખી સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આલુ મગફળી ચાટ (Aloo peanut Chaat Recipe in Gujarati)
#GA4#Week6#chaatચાટ એવી વસ્તુ છે જેમાં બધી વસ્તુ ઈચ્છા મુજબ વધુ ઓછી કરી શકાય છે.. કાર્બોહાઇડ્રેટ ને પ્રોટીન મિક્સ આ ચાટ સ્વાદિષ્ટ લાગે છે. KALPA -
દહીં ચાટ પૂરી (Dahi Chaat Poori Recipe In Gujarati)
#PG કદાચ જ કોઈ એવું હશે જેને ચાટ પસંદ ન હોય.દહીં પૂરી ચાટ મશહૂર ભારતીય ચાટમાંથી એક છે. આ ચાટ માં ગોલ્ગપ્પાની પૂરી નો ઉપયોગ કરવામાં આવે છે. સો પ્રથમ ક્રિસ્પી પૂરીમાં બાફેલા બટાકા અને કાંદા ભરવામાં આવે છે.અને પછી ઉપરથી લીલી ચટણી, ખજૂર આંબલી ની ચટણી , દહીં અને સેવ નાખવામાં આવે છે.ખાવામાં સ્વાદિષ્ટ અને સરળતા થી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
કાઈ ચટપટું બનવાનું હોઈ તો ચાટ જ યાદ આવે દહીં પૂરી, પાણીપુરી, કચૌરી ચાટ, સમોસા ચાટ., દહીં વડા રગડા પેટીસ એવી કેટલીય વેરાયટી છે ભારત વર્ષ માં.. મેં આજે દહીં વડા બનાવ્યા.. ઉનાળા માટે એકદમ યોગ્ય ચટણી રેડી હોઈ તો ફટાફટ થઇ જાય ગરમી માં બહુ ટાઈમે કિચન માં ઉભું ના રેહવું પડે..#PS#chat#cookpadindia#cookpadgujrati jigna shah -
-
-
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#SF : દહીં પૂરી ( પાપડી ચાટ )આજે મેં જીરા પૂરી બનાવી તો મારા સન ને દહીં પૂરી ખાવી હતી તો મેં ડીનર મા બનાવી આપી. મને સેવ પૂરી ,દહીં પૂરી માં પાપડી ચાટ ની ફ્લેટ ને crispy પૂરી જ ભાવે. ચાટ એવી વસ્તુ છે કે ઘરમાં નાના મોટા બધા ને ભાવતી જ હોય છે. Sonal Modha -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3દહીં પૂરી એ ખૂબ પ્રખ્યાત અને લોકપ્રિય વાનગી છે.સંપૂર્ણ ભારત માં આ ખવાય છે. દહીં પૂરી ને બનાવાની અલગ અલગ રીતો છે.તમે મનગમતા વેજીટેબલ ઉમેરી શકો છો. અને લીલી ચટણી, ખજૂર-આંબલી નો ઉપયોગ થાય છે.દહીં પૂરી માં દહીં ને ફિલ્ટર કે હલાવી ને તેમા ખાંડ નાખી હલાવો ને તૈયાર થશે. Helly shah -
દહીં વડા ચાટ (Dahi vada chat recipe in Gujarati)
#વિકમીલ૧#દહીં વડા અડદની દાળને પલાળી, પીસીને તેમાંથી વડા બનાવીને કોથમીર ચટણી, આમલીની ચટણી અને દહીં નાખીને ટેસ્ટી ચાટ બનાવી છે, આ દહીં ભલ્લે ચાટ તરીકે પણ ઓળખાય છે. Harsha Israni -
દહીં પૂરી ચાટ (Dahi Puri Chaat Recipe In Gujarati)
ચાટ ગમે ત્યારે આપો બસ મજા પડી જાય.એમા દહીં પૂરી ચાટ તો બહુ જ ફેવરિટ.#GA4#Week6#ચાટ Rajni Sanghavi -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EBWeek 3દહીં પૂરી નું નામ પડે એટલે ખાવાનું મન થાય. દહીં પૂરી નો સ્વાદ માં થોડી તીખી, મીઠી, ચટપટી લાગે છે., Archana Parmar -
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EBWeek3પાણી પૂરી , દહીં પૂરી કે પછી સેવ પૂરી નામ સાંભળતા ની સાથે જ મો માં પાણી આવી જાય તો હું દહીં પૂરી ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3નાના મોટા સૌની ઑલ ટાઈમ માનીતી દહીં પૂરી, ઠંડા ઠંડા દહીં સાથે ખાવાની ખૂબ મજા આવે છે, ચટપટી ચાટ જોતા જ મોઢા માં પાણી આવી જાય છે Pinal Patel -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3દહીં પૂરી નું તો નામ પડે ને જ મોમાં પાણી આવી જાય છે. નાના મોટા સૌ ને ભાવે અને ખાસ કરી ને બધી લેડીસ ની પ્રિય એવી દહીં પૂરી આજે મેં બનાવી છે તો ચાલો... Arpita Shah -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3 પાણી પૂરી , દહીં પૂરી , ભેળ પૂરી નામ લેતા જ દરેક ના મોમાં પાણી આવી જાય ....આપના દરેક ની આ ચાટ ખુબ જ ફેવરીટ હોય છે....ચટપટી ચટણી , તીખી ચટણી , મીઠું દહીં .અને બટાકા ના મિશ્રણ ને ભરીને સ્વાદિષ્ટ દહીં પૂરી બનાવતા વાર નથી લાગતી ...તો જોયે દહીં પૂરી ની રેસિપી Twinkal Kalpesh Kabrawala -
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું દહીં પૂરી. આ એક ચાટ રેસિપી છે. દહીપુરી ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. આ દહીપુરી નાનાં તથા મોટાં બધાં ખૂબ જ આનંદ થી ખાય છે. તો ચાલો આજ ની દહીં પૂરી ની રેસીપી શરૂ કરીએ.#EB#week3 Nayana Pandya -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3 અમારા ઘરે દહીંપૂરી,સેવપુરી, પાણીપુરી, ભેળ બધા ને બહુ ભાવે એટલે બનતી જ હોય છે. Alpa Pandya -
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EBદહીં પૂરી બધાનું ફેવરિટ ચાટ છે જ્યારે આપણે પાણીપુરી દહીપુરી સેવપુરી અને ભેળ બધું સાથે બનાવીએ છીએ અને ડિનર અને સાંજનો નાસ્તો બધું થઈ જાય છે Kalpana Mavani -
દહીં વડા (dahi vada chaat recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#નોર્થ#west#નોર્થઇન્ડિયા#દહીંભલ્લાં#દહીંવડાદહીં ભલ્લા ચાટ આમ તો ઉત્તર ભારત નું સ્ટ્રીટ ફૂડ છે પણ એટલું લોકપ્રિય છે કે દેશભર માં ખવાય છે. ગુજરાત માં આપણે દહીં વડા કહીએ છીએ. સાતમ માં તો આપણે તે અવશ્ય ખાઈએ છીએ. નાના મોટા સૌ ને ભાવતી વાનગી છે અને ઘર માં બધા ઘટકો ઉપલબ્ધ હોવા ના કારણે બનાવવી પણ સરળ છે. પ્રસ્તુત છે ઠંડી ઠંડી કૂલ કૂલ ચટપટી દહીં વડા ચાટ.😋 Vaibhavi Boghawala -
ચણા ચાટ (chana Chaat recipe in Gujarati)
#GA4#week6#Chaat આજની રેસિપી છે દેશી ચણા ચાટ. મોટા ભાગે બાળકો ને કઠોળ ભાવતા નથી હોતા. તો આજે મે ચણા ને ચાટ રૂપે રજૂ કર્યા છે. આમ પણ ચાટ ચટપટી વાનગી હોવાથી બાળકો ને વધુ ભાવે છે ને ખાઈ પણ લે છે તો જુઅો રેસિપી. Binal Mann -
દહીં પુરી (Dahi Puri Recipe In Gujarati)
#EB#week3#PSઉનાળાની ગરમીમાં ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય છે. સેવપુરી, ચટણી પૂરી, દહીપુરી આ બધી ચાટ ખાવાની મજા આવે છે. અહી મે દહીં પૂરી ની રેસીપી શેર કરી છે. દહીપુરી એક સ્ટ્રીટ ફૂડ છે. જે ફટાફટ બની જાય છે. Parul Patel -
દહીં ભલ્લા પાપડી મસાલા ચાટ (Dahi Bhalla Papdi Masala Chaat Recipe In Gujarati)
#PSમૂળ:દિલ્લી Devangi Jain(JAIN Recipes) -
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
દહીં પૂરી એ પાણીપુરી માંથી શોધેલી છે. ખૂબ જ ટેસ્ટી, યમ્મી એન્ડ ચટપટી ચાટ. તે સ્વાદ માં ખાટી, તીખી, મોરી, અને ક્રિસ્પી ચાટ છે, નવીન સ્વાદ થી ભરપુર છે.#EB#week3 Hency Nanda -
દહીં ભલ્લા પૂરી ચાટ (Dahi Bhalla Poori Chaat Recipe In Gujarati)
દહીં ભલ્લા એટલે દહીં વડા, દહીં વડા બનાવ્યા હોય અને જો વધ્યા હોય તો તેમાં થી આ નવી વાનગી બનાવી પીરસો, જે ફેમસ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ ઓળખાય છે. #ST soneji banshri -
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#PSચટપટી વાનગી માં ચાટ એ સોથી પેલા યાદ આવે,આ ચાટ માં બાસ્કેટ માં સટ્ફિંગ ભરી ને ચટણી,દહીં મુકી સવઁ કરવા માં આવે છે.જે ખુબ ચટપટી અને ટેસ્ટી પણ છે. Kinjalkeyurshah -
રગડા સમોસા ચાટ
#ડિનર#goldenapron3#week-13પઝલ વર્ડ-ચાટ ... રગડા પેટીસ તો ખાઈએ છે. પણ આજે લોકડોઉન ૨. ૦ માં ઘર માં સૌ ની ઈચ્છા હતી સમોસા રગડા ની તો સમોસા રગડા સાથે ચાટ પણ બનાવી દીધું. તો ઓર માજા આવી . અને ગોલ્ડનઅપ્રોન વિક 13માં પઝલ વર્ડ ચાટ છે તો #ડિનર માં રાતે જમવામાં રગડા સમોસા ચાટ બનાવ્યું. તો જોઈએ રગડા સમોસા ચાટ ની રેસિપિ.. આ ચાટ એટલું ટેસ્ટી હતું.તો ખાવા માં મજા આવી. Krishna Kholiya -
દહીં પૂરી ચાટ (Dahi Puri Chaat Recipe In Gujarati)
#EB#week3#cookpad_Guj#PS પાણીપૂરી, સેવપૂરી પછી જો સૌથી લોકપ્રિય કોઈ ચાટ હોય તો તે છે દહીંપૂરી. ચટાકેદાર દહીંપૂરી ટેસ્ટી બની હોય તો તેનો સ્વાદ દાઢમાં રહી જાય છે. આપણે ઘરે પાણીપૂરી અને સેવપૂરી તો બનાવતા હોઈએ છીએ પરંતુ દહીંપૂરી ઘણી ઓછી વાર બનાવતા હોઈએ છીએ. ખાટી-મીઠી અને ચટાકેદાર આ ડિશ ચોક્કસ ઘરે ટ્રાય કરવા જેવી છે. આ રેસિપીથી ઘરે દહીં પૂરી બનાવશો તો બધા ફરી બનાવવાની ડિમાન્ડ ચોક્કસ કરશે. કારણ કે મેં આમાં બાફેલા લીલા મગ પણ ઉમેર્યા છે ..જેથી બાળકો ને પણ થોડું હેલ્થી ને ચટાકેદાર વાનગી આરોગવા મળે. Daxa Parmar -
દહીં પૂરી
#EB#PS પાણી પૂરી,ભેળ,દહીં પૂરી ,સેવપુરી ... વગેરે જેવી અનેક ચટપટી ,અને ટેસ્ટી ચાટ જ બધા જ લોકો નું પ્રિય હોય છે. તો આજે દહીં પૂરી બનાવી નાખી. બધી જ ચટપટી વસ્તુ નાંખી ને મસ્ત સ્ટ્રીટ ફૂડ બનાવી ને ઘર માં ખાવા ની મજા આવી. આમ તો લારી, કે રેસ્ટોરન્ટ માં આવું આપણે ખાતા હોય છે. પણ ઘર ની વાત જ જુદી છે તો મારી ટેસ્ટી દહીં પૂરી ની રેસિપી ટ્રાઇ કરજો. Krishna Kholiya -
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EB#PS#week3 ચાટ ઘણા બધા અલગ અલગ પ્રકારના બનતા હોય છે. દહીં પૂરી એ એક પ્રકારનો ચાટ છે. ચાટ નો ચટપટો સ્વાદ લગભગ બધા જ લોકોને પસંદ હોય છે. દહીં પૂરી બનાવી ખૂબ જ સરળ છે અને લગભગ ઘરના બેઝિક સામાનથી જ બની જાય છે. તો ચાલો જોઈએ ઝડપથી અને સરળતાથી બનતી આ સ્વાદિષ્ટ વાનગી કઈ રીતે બને છે. Asmita Rupani -
More Recipes
ટિપ્પણીઓ (2)