ઢોકળા બ્રુશેટા (Dhokla Bruschetta Recipe In Gujarati)

#PS
#post2
#cookpadindia
#cookpad_guj
બ્રુશેટા એ મૂળ ઇટાલિયન વ્યંજન છે જેમાં બ્રેડ સાથે ટામેટાં, ડુંગળી, સિમલા મરચાં, ચીઝ વગેરે સાથે પીરસાય છે.
આજે મેં આપણા ગુજરાતી ઢોકળા ની સાથે બ્રુશેટા નો સંગમ કરી એક ફ્યુઝન વ્યંજન બનાવ્યું છે જે એક સ્વાદિષ્ટ સ્ટાર્ટર અને સ્નેક બની શકે છે.વડી સ્વાસ્થ્યપ્રદ તો ખરું જ.

રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાક ને ધોઈ ને ઝીણા સમારી લો. એક વાસણ માં લઇ હર્બસ, મરી પાઉડર, ઓલિવ ઓઇલ અને ચીઝ નાખી સરખું ભેળવી લો. અને થોડા કલાકો રેફ્રિજરેટર માં રાખી દો જેથી બધા હર્બસ નો સ્વાદ,શાક માં સારી રીતે ઉતરી જાય.
- 2
હવે ઢોકળા ના ખીરા માંથી તમારા પસંદ ના આકાર ના ઢોકળા કરી લો અને તેને થોડા ઠંડા થવા દો.
- 3
ઢોકળા ને લોઢી પર બન્ને બાજુ થી શેલો ફ્રાય કરી લો.
- 4
એ ઢોકળા પર તૈયાર કરેલા ફીલિંગ ને મુકો અને ખમણેલું ચીઝ અને ચીલી ફ્લેક્સ છાંટી ને પીરસો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (19)