કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)

Neha Suthar
Neha Suthar @Neha1982
શેર કરો

ઘટકો

  1. 1 કપકાજુ
  2. ૨ નંગડુંગળી
  3. ૩ નંગટામેટા
  4. ૧ નંગઈલાયચી
  5. નાનો ટુકડો તજ
  6. 3 નંગલવિંગ
  7. ૧ નંગલીલું મરચું
  8. તેલ પાંચ ચમચા
  9. 1/2 ચમચી હળદર
  10. ૧ ચમચીગરમ મસાલો
  11. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તેલ લો તેલ ગરમ થાય એટલે તેમાં કાજુ એડ કરી બે મિનિટ માટે સાંતળી લો હવે કાજૂને એક પ્લેટમાં કાઢીને મૂકો

  2. 2

    હવે એ જ કઢાઈમાં થોડુંક તેલ ઉમેરી ઝીણી સમારેલી ડુંગળી એડ કરી બે મિનિટ સાંતળી લો પછી તેમાં ઈલાયચી તજ અને લવિંગ ઉમેરી સાંતળી લો પછી તેમાં 1 લીલું મરચું અને ટામેટા ના કટકા ઉમેરી ત્રણ મિનિટ સાંતળી લો એટલે ટામેટા સરસ પોચા થઇ જશે હવે ગેસ બંધ કરીને ડુંગળી અને ટામેટાને ઠંડા થવા મૂકો

  3. 3

    હવે ઠંડા થયેલા ડુંગળી અને ટામેટા ના મિશ્રણને એક મિક્સર બાઉલમાં લઈને ક્રશ કરી લો પછી તેમાં અડધા સાંતળેલા કાજૂ ઉમેરીને ફરીથી ક્રશ કરી લો

  4. 4

    હવે એક કઢાઈમાં તેલ ગરમ કરીને તેની અંદર ક્રશ કરેલા ડુંગળી ટામેટાં મિશ્રણને સાંતળી લો અને જરૂર મુજબ પાણી ઉમેરો પછી તેમાં હળદર મીઠું અને ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો પછી બાકી વધેલા સાંતળેલા કાજૂ ઉમેરો અને બધુ બરોબર મિક્સ કરી લો બે મિનીટ પછી ગેસ બંધ કરી લો અને એક સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો અને ઉપરથી ટામેટાનો ફ્લાવર ડુંગળી ની રીંગ લીલા મરચા અને સાંતળેલા કાજૂ ઉમેરી ને ગરમાગરમ સર્વ કરો તો તૈયાર છે કાજુ મસાલા.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neha Suthar
Neha Suthar @Neha1982
પર

Similar Recipes