કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)

Sejal Agrawal
Sejal Agrawal @sejalsfoodfiesta
શેર કરો

ઘટકો

અડધો કલાક
  1. 1 કપકાજુ ના અડધા કટકા
  2. 1 કપડુંગળી સમારેલી
  3. 1 કપટામેટા સમારેલા
  4. 1/2 કપ મગજતરી અને કાજુ ની પેસ્ટ
  5. 1 ચમચીઆદુ મરચાં અને લસણ ની પેસ્ટ
  6. 1 ચમચીમરચું પાઉડર
  7. 1 ચમચીધાણાજીરૂ
  8. 1/2 ચમચી હળદર
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1 ચમચીગરમ મસાલો
  11. 1/2 કપ તાજી મલાઈ
  12. 4 ચમચીતેલ, ઘી
  13. 1/2 ચમચી જીરૂ
  14. 1 ચમચીઘી
  15. 1 ચમચીકસુરી મેથી

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌથી પહેલાં એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી અને ટામેટાને સાંતળો. ગુલાબી કલર ની થાય ત્યાં સુધી થવા દો.ગેસ બંધ કરી લો.

  2. 2

    હવે ડુંગળી અને ટામેટાને ક્રશ કરી લો.

  3. 3

    એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરું નાખી તતડે એટલે ડુંગળી અને ટામેટાની પેસ્ટ સાંતળો પછી તેમા બધા મસાલા નાખી મિક્સ કરી લો. આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરવી અને બરાબર હલાવી લો.

  4. 4

    હવે તેમાં ધરની તાજી મલાઈ અને મગજતરી - કાજુ ની પેસ્ટ ઉમેરવી.

  5. 5

    એક કડાઈમાં ઘી લો તેમાં કાજુ ના અડધા ટુકડા કરી બે મિનિટ માટે સાંતળો.

  6. 6

    હવે કાજુને ગ્રેવી મા મિક્સ કરી લો.

  7. 7

    હવે તેમાં કસુરી મેથી અને કોથમીર નાખી પાંચ મિનિટ માટે ધીમા તાપે થવા દો.

  8. 8

    હવે તેલ ઉપર આવી જાય એટલે ગેસ બંધ કરી લો.

  9. 9

    તૈયાર છે કાજુ મસાલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Agrawal
Sejal Agrawal @sejalsfoodfiesta
પર
cooking is my passion ❤️
વધુ વાંચો

Similar Recipes