તડકા છાયા નો છૂંદો

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોકેરી રાજા પૂરી યા તોતા કેરી
  2. 1 કિલોખાંડ
  3. 4 ચમચીમરચું પાઉડર
  4. 1 ચમચીજીરું
  5. 1 ચમચીહળદર
  6. મીઠું ટેસ્ટ મુજબ
  7. 3,4લવિંગ
  8. 2,3તજ નાં ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા કેરી ને ખમણી લેવી અને હળદર અને મીઠું નાખવું અને ભેળવી લેવું

  2. 2

    તપેલા મા કેરી નો છૂંદો નાખી દેવો અને ખાંડ ભેળવવી અને ખુબજ હલાવવું અને આખી રાત રાખવું અને સવારે ખાંડ ઓગળી જાય પછી સવારે તપેલી ઉપર કપડું બાંધી દેવું અને તડકે મૂકવું

  3. 3

    તપેલાને અગાસી ઉપર અથવા તો જ્યાં બરાબર આખો દિવસ તડકો આવતો હોય એવી જગ્યા પર મૂકો. સાંજે ઘરમાં તપેલો પાછો લઈ લેવો અને બીજા દિવસે સવારના છૂંદો ને બરાબર હલાવી કપડા પાછું બાંધી ઉપર કાણાવાળી ચારણીથી મૂકવી. આમ સતત 10 થી 15 દિવસ કરવું પડે.

  4. 4

    આટલા દિવસ પછી છૂંદો હલાવતા લાગે કે ચાસણી એક તાર જેવી થઈ ગઈ તો છૂંદા ને તડકામાં પછી મૂકવો નહીં અને ઘરમાં એક રાત મુકી રાખો.

  5. 5

    પછી છૂંદો તૈયાર થઈ જાય એટ્લે મરચું,તજ અને લવિંગ અને જીરું નાખી છૂંદો હલાવી નાખવો અને બરણી મા ભરી દેવો તો તૈયાર છે તડકા છાયા નો છૂંદો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kshama Himesh Upadhyay
પર
Ahmedabad
રોજીંદી રસોઈ ની વાનગીઓ સ્વાદમાં વધારો કરે તેવા ફેરફાર સાથે બનાવું છું
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Similar Recipes