બેસન અને દહીવાળું  કાંદા શાક (Besan And Dahi onion Shak Recipe in Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

આ શાક મારા મમ્મી બનાવતા હતા અને એમને બધા ને બહુજ ભાવતું હતું.ભાખરી / પરોઠા સાથે મસ્ત લાગે છે.

બેસન અને દહીવાળું  કાંદા શાક (Besan And Dahi onion Shak Recipe in Gujarati)

આ શાક મારા મમ્મી બનાવતા હતા અને એમને બધા ને બહુજ ભાવતું હતું.ભાખરી / પરોઠા સાથે મસ્ત લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10  મીનીટ
3 સર્વ
  1. 1 કપદહીં
  2. 1 ચમચીબેસન
  3. 1/2 કપપાણી
  4. 1ચમચો તેલ
  5. 2 નંગકાંદા ના ફાડીયા
  6. 1 નંગકેપ્સિકમ ના ફાડીયા
  7. 1ઝીણો સમારેલો કાંદો
  8. 1ઝીણું સમારેલું ટામેટુ
  9. 1 ચમચીલાલ મરચું
  10. 1 ચમચીધાણા જીરું પાઉડર
  11. 1/4 ચમચીહળદર
  12. 1/2 ચમચીગરમ મસાલો
  13. 1/2 ચમચીકીચન કીંગ મસાલો
  14. ચપટીસાકર
  15. મીઠું
  16. કોથમીર સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

10  મીનીટ
  1. 1

    એક પેન માં તેલ ગરમ કરી અંદર કાંદા-કેપ્સીકમ ના ફાડીયા સોતે કરવા.બંને સોફ્ટ થાય એટલે પ્લેટ માં તેલ નિતારી ને કાઢી લેવા.બેસન અને દહીં નો પાણી નાંખી, ઘોળ બનાવવો.

  2. 2

    એજ તેલ માં જીરું સોતે કરવું.અંદર ઝીણા સમારેલા કાંદા સોતે કરવા.કાંદા સોફ્ટ થાય એટલે ટામેટા નાંખી સોતે કરવું.તેલ છુટે એટલે બેસન નો ધોળ નાંખી મીકસ કરી ઉકાળવું.લાલ મરચું, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, કિચન કિંગ મસાલો અને મીઠું નાખી મિક્સ કરવું

  3. 3

    બેસન નો ધોળ સરસ કુક થઈ જાય પછી સોતે કરેલા કાંદા - કેપ્સીકમ અંદર નાંખી મીકસ કરી, છેલ્લે સાકર નાંખી 2 મીનીટ જ ઉકાળવું. રસો જાડો લાગે તો પાણી નાંખી,મીકસ કરી, થોડું ઉકાળી લેવું. કોથમીર છાંટી ગરમ જ પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes