ભટુરા (Bhatura Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
શેર કરો

ઘટકો

30 minutes
4 persons
  1. 2 કપમેંદો
  2. 2 ટેબલ સ્પૂનરવો
  3. 1/4 કપદહીં
  4. 1 ટેબલ સ્પૂનઘી
  5. 1 ટી સ્પૂનમીઠું
  6. 1 ટી સ્પૂનઈનો પાઉડર
  7. તળવા માટે તેલ
  8. 1/2-3/4 કપહૂંફાળું પાણી

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    એક બાઉલમાં મેંદો,રવો, ઘી,દહીં અને મીઠું લઈ બરોબર મિક્સ કરી લેવું. પછી તેમાં ઈનો પાઉડર ઉમેરી જરૂર પડે એમ પાણી ઉમેરી ઢીલો લોટ બાંધી લેવો.

  2. 2

    પછી લોટને પ્લેટફોર્મ પર મૂકી હાથથી બેથી ત્રણ મિનિટ માટે મસળવો. હાથ ઉપર લોટ ચોટી જાય એટલો ઢીલો હોવો જોઈએ. પછી તેલ ઉમેરી મસળવું.

  3. 3

    તેલ ઉમેરી બરોબર મસળાય જાય એટલે તેને ફોલ્ટ કરતા જઈ રાઉન્ડ કરી એક બાઉલમાં મૂકો તેની ઉપર તેલ લગાડી એક કપડાથી ઢાંકી દેવું અને ૧૦થી ૧૫ મિનિટ માટે સાઈડ માં મૂકી દેવો.

  4. 4

    હવે દસ મિનિટ પછી હાથને તેલવાળા કરી લોટને અંદરની બાજુ fold કરતા જવું. અને મુઠ્ઠી વાળી આંગળી અને અંગૂઠાની મદદથી લુવા કરી લેવા. તે લુવા ઉપર તેલ લગાવી મુકવા.

  5. 5

    હવે તેલને તેજ આજ પર ગરમ કરવા મૂકવું ભટુરા તળવા તવી મોટી લેવી અને તેલ ઓછું લેવું. જેથી ભટુરા તળતી વખતે ઝારાની મદદથી ભટુરા પર તેલ નાખી શકાય. હવે પ્લેટફોર્મ અને વેલણ પર તેલ લગાડી ભટુરા ને વણી લેવા. અને તેલમાં તળી લેવા.

  6. 6

    ભટુરા ને મેં ઓઈલ ફી છોલે અને જીરા રાઈસ સાથે સર્વ કર્યા છે.

  7. 7

    મેંદામાં રવો ઉમેરવાથી ભટુરે તળાઈ જાય પછી ઓઈલી લાગતા નથી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

ટિપ્પણીઓ (10)

Similar Recipes