રતલામી આલુ સેવ (Ratlami Aloo Sev Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

આ સેવ બહુજ તીખી હોય છે અને રતલામ ની ઓળખ આના થી જ છે.આ સેવ ધણી બધી ચાટ ઉપર છાંટી શકાય છે અને એકલી પણ સ્વાદિષ્ટ લાગે છે.
#EB
#WK 8

રતલામી આલુ સેવ (Ratlami Aloo Sev Recipe In Gujarati)

આ સેવ બહુજ તીખી હોય છે અને રતલામ ની ઓળખ આના થી જ છે.આ સેવ ધણી બધી ચાટ ઉપર છાંટી શકાય છે અને એકલી પણ સ્વાદિષ્ટ લાગે છે.
#EB
#WK 8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
4 - 5 સર્વ
  1. રતલામ મસાલો :
  2. 15-20 મરી ના દાણા
  3. 15 - 20 લવીંગ
  4. 1/2 ટી સ્પૂનઅજમો
  5. 1 ટી સ્પૂનવરીયાળી
  6. 1 ટી સ્પૂનસૂંઠ નો પાઉડર
  7. 1 ટી સ્પૂનહીંગ
  8. 1 ટી સ્પૂનસંચળ
  9. 1લાલ મરચું
  10. કણક માટે :
  11. 250 ગ્રામ ચણા નો લોટ
  12. 1/4 ચમચીમીઠું
  13. તેલ- પાણી નું મિક્ષણ :
  14. 1/2 વાટકી તેલ
  15. 1 વાડકીપાણી

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    મસાલો : મરી, લવીંગ, વરીયાળી અને અજમાવી ને કોરો શેકવો.ઠંડુ પડે એટલે મિક્સર માં લઈ અંદર લાલ મરચું, સૂંઠ પાઉડર હીંગ અને સંચળ નાંખી પાઉડર બનાવી લેવો.ચાળી ને સાઈડ પર રાખવો.

  2. 2

    તેલ-પાણી નું મીક્ષણ : તેલ અને પાણી ને મિક્સ કરી, દૂધયો કલર થાય ત્યાં સુધી બ્લેડર ફેરવવું.

  3. 3

    ધીમે ધીમે અંદર ચણા નો લોટ નાંખી મીકસ કરતા જવું. ખમણેલું બટાકું નાંખી ને મીડીયમ લોટ બાંધવો.

  4. 4

    સેવ પાડવાના સંચા અને સેવ ની જાળી બંને ને તેલ લગાડવું. એક બાજુ તેલ ગરમ મુકવું. લોટ ને ખૂબ મસળી ને સંચા માં ભરવો.

  5. 5

    ગરમ તેલ માં સેવ પાડવી.ગેસ મીડીયમ રાખવો.એક સાઈડ તળાય જાય પછી ફેરવી ને બીજી સાઈડ તળી ને કડક કરવી.વચ્ચે વચ્ચે ઝારાથી દબાવવું તો બધી બાજુ કડક થશે. તેલ માંથી કાઢી,ઠંડી પડે એટલે ડબ્બામાં માં ભરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes