તીખા ઘુઘરા(Tikha Ghughra Recipe In Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

પલકજી એ શીખવેલ ઝુમ પર લાઈવ , એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બન્યા

તીખા ઘુઘરા(Tikha Ghughra Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

પલકજી એ શીખવેલ ઝુમ પર લાઈવ , એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બન્યા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૮ નંગ
  1. બહાર નુ પડ
  2. ૧ કપઘઉંનો લોટ
  3. મીઠું જરૂર મુજબ
  4. ૨ ટે સ્પૂનઘી મોળ માટે
  5. પાણી જરૂર મુજબ
  6. સ્ટફિંગ માટે
  7. ૨ ટે સ્પૂનશેકેલ શીંગદાણા
  8. ૨ નંગલવીંગ
  9. ૧ ટુકડોતજ
  10. ૮ નંગમરી ના દાણા
  11. ૨ ટે સ્પૂનવરીયાળી
  12. ૨ ટે સ્પૂનતલ
  13. ૧/૨ કપરતલામી શેવ
  14. ૧/૨ કપભાવનગરી ગાઠીયા
  15. મીઠું જરૂર મુજબ
  16. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  17. ૧ ટી સ્પૂનહળદર
  18. ૧ ટી સ્પૂનધાણાજીરું
  19. ૧ ટી સ્પૂનલાલ મરચું
  20. ૧ નંગલીંબુનો રસ
  21. ૧ ટે સ્પૂનખસખસ
  22. ૨ ટે સ્પૂનતેલ
  23. ૧ ટી સ્પૂનસંચળ પાઉડર
  24. ૨ ટે સ્પૂનઆખા ધાણા
  25. ૨ ટે સ્પૂનખાંડ
  26. ૨ ટે સ્પૂનકોર્ન ફલોર સ્લરી માટે
  27. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તજ, લવીંગ, મરી લોયા મા શેકી ને મિકસરમાં ક્રશ કરી દો. પછી તલ, વરીયાળી, ખસખસ ને શેકી ક્રશ કરી દો.હવે આ જ ક્રશ મા ખાંડ અને બાકીના મસાલો નાખી મિક્સરમાં ક્રશ કરી દો

  2. 2

    હવે ગાંઠિયા અને રતલામી શેવ અધકચરી ક્રશ કરી દો.

  3. 3

    હવે ઘુઘરા ના પડ નો લોટ બાંધી લઈએ. લોટ, મીઠું, ઘી અને પાણી જરૂર મુજબ કઠણ ભાખરી જેવો લોટ બાંધી લો. પછી રુમાલ ઢાંકી ૧૦ મિનિટ સુધી રહેવા દો.

  4. 4

    હવે લોયા મા ૨ ટે સ્પૂન તેલ મુકી સ્ટફિંગ મસાલો સાંતળી લો. પછી ગાંઠીયા અને શેવ ના મિસરણ નાખી મિક્સ કરી દો. પછી ગેસ બંધ કરી લીંબુનો રસ નાખી મિક્સ કરી દો.

  5. 5

    હવે તળવા માટે તેલ ગેસ પર મુકી દો. હવે નાની પૂરી જેવા લુવા વાળી લો. સ્લરી માટે લોટ મા પાણી નાખી રેડી કરો.

  6. 6

    હવે પૂરી વણી તેમા કાંટા થી હોલ પાડી વચ્ચે સ્ટફિંગ મુકી અર્ધ ચંદ્રાકાર કરી કિનારી એ સ્લરી ચોપડી ઘુઘરા ને પેક કરી કાંગરી પાડી બધા ઘુઘરા રેડી કરી ધીમે તાપે તળી લો.

  7. 7

    રેડી છે ગરમાગરમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ તીખા ઘુઘરા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

Similar Recipes