દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)

Ruchi Anjaria
Ruchi Anjaria @Ruchi_19

દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
2 વ્યક્તિ
  1. 2વાટકા ચણાનો લોટ
  2. 1વાટકો ચોખાનો લોટ
  3. પા કિલો દુધી
  4. ૫-૬કળી લસણ
  5. નાનો ટુકડો આદુ
  6. ૨ - ૩ લીલા મરચાં
  7. થોડો લીમડો
  8. 1 ચમચીહળદર
  9. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  10. ચપટીહિંગ
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 1/2 ચમચી રાઈ
  13. 1/2 ચમચી જીરું
  14. 2 ટેબલ સ્પૂનતેલ
  15. 1/2 ચમચી ખાવાનો સોડા અથવા ઈનો
  16. વઘાર માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌપ્રથમ ચણાના અને ચોખાના લોટને થોડું દહીં કે છાશ નાખી આથો આપવા પાંચથી છ કલાક માટે એક તપેલીમાં ઢાંકીને રાખી મૂકો.

  2. 2

    આથો આવી જાય એટલે આ લોટના મિશ્રણમાં આદુ, મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરો.

  3. 3

    હળદર, મીઠું અને લાલ મરચું પાઉડર ઉમેરો.

  4. 4

    હવે મિશ્રણને ચમચા વડે બરાબર હલાવો.

  5. 5

    હવે એક પેનમાં થોડું તેલ લઇ રાઈ, જીરું, હિંગ અને લીમડાનો વઘાર કરો. આ વઘાર ઢોકળાંનાં ખીરામાં ઉમેરી દો. ફરી, ખીરાને બરાબર મિક્સ કરો. તેમાં ખાવાનો સોડા ઉમેરો.

  6. 6

    હવે ઢોકળા જેમાં ઉતારવાના છે તે થાળીમાં તેલ લગાડી ખીરું પાથરો. ઉપર કોથમીર છાંટો. હવે ઢોકળીયામાં 25થી 30 મિનિટ માટે ઢાંકણ ઢાંકી થવા દો.

  7. 7

    પરિપકવ થઈ જાય એટલે થાળી બહાર કાઢી ઠંડી થવા દો. ત્યારબાદ તેમાં કાપા પાડો અને પીસ કાઢી લો.

  8. 8

    ગરમાગરમ દૂધીના ઢોકળા લસણની ચટણી, ગ્રીન ચટણી કે સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruchi Anjaria
Ruchi Anjaria @Ruchi_19
પર

Similar Recipes