ચીઝી સેઝવાન ફ્રેન્કી (Cheesy Schezwan Frankie Recipe In Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
શેર કરો

ઘટકો

  1. 2મોટા - બાફેલાં બટાકાં
  2. 1નાનો - કાંદો બારીક સમારેલો
  3. 1/2કેપ્સિકમ બારીક સમારેલું
  4. 1 નાની વાટકીબાફેલા મકાઈના દાણા
  5. સ્વાદ પ્રમાણે મીઠું
  6. 2 ટી સ્પૂનઆદું લસણ ની પેસ્ટ
  7. 1નાનું - જીણું સમારેલું લીલું મરચું
  8. 2 ટી સ્પૂન તેલ (વઘાર માટે)
  9. 4 ટી સ્પૂનતેલ (શેકવા માટે)
  10. 3 ટી સ્પૂન ફ્રેન્કી મસાલો
  11. 1 ટી સ્પૂનચાટ મસાલો
  12. કોથમીર જરૂર મુજબ
  13. રોટી માટે :
  14. 1નાનો બાઉલ - મેંદો
  15. 2 ટી સ્પૂન- તેલ
  16. સ્વાદ અનુસાર- મીઠું
  17. પાણી જરૂર મુજબ
  18. સર્વ કરવા માટે:
  19. ઘી/ બટર
  20. 3 ટી સ્પૂન- સેઝવાન સોસ
  21. 1- કાંદો બારીક સમારેલો
  22. 3 ટી સ્પૂન- ફ્રેન્કી મસાલો
  23. 1 નાની વાટકી- છીણેલી ચીઝ
  24. ટોમેટો કેચઅપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કડાઈ માં તેલ મૂકી તેમાં કાંદા,કેપ્સિકમ,આદુ લસણની પેસ્ટ ઉમેરી બરાબર સાંતળી લેવી. ત્યારબાદ તેમાં બાફેલા બટાકા મેશ કરી અને મસાલા ઉમેરી મિક્સ કરી ને પેટીસ વાળી લેવી. લોઢી માં તેલ મૂકી ને શેકી લેવી.

  2. 2

    રોટી માટે બધું બરાબર મિક્સ કરી ને કણક બાંધી લેવી. 10 મિનિટ માટે ઢાંકી ને રહેવા દેવી. 10 મિનિટ પછી રોટી વણી લોઢી પર કાચી પાકી શેકી લેવી.

  3. 3

    સર્વ કરતી વખતે લોઢી પર બટર / ઘી મૂકી રોટી એક બાજુ કડક કરી તેની ઉપર સેઝવાન સોસ લગાવી પેટીસ મૂકી કાંદા મૂકી ફ્રેન્કી મસાલો ભભરાવી છીણેલી ચીઝ મૂકી રોટી ફોલ્ડ કરી બંધ કરી ને કેચઅપ સાથે સર્વ કરવું.

  4. 4

    રોટી માટે મેંદો અને ઘઉં નો લોટ પણ લઈ શકાય.
    available હોય એટલા શાકભાજી તમે ઉમેરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes