સમોસા (Samosa Recipe In Gujarati)

Urja Doshi Parekh
Urja Doshi Parekh @cook_25909909

#RC3
#રેડ રેસિપી
કોકટેલ સમોસા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 લોકો
  1. ૧૦૦ ગ્રામ મેંદો
  2. ૧૦૦ ગ્રામ ઘઉંનો લોટ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૨-૩ ચમચીતેલ
  5. પાણી
  6. સ્ટફિંગ માટે
  7. ૨ ચમચીતેલ
  8. જીંજર ગાર્લિક મરચાં ની પેસ્ટ
  9. ૧ નંગડુંગળી
  10. લાલ મરચું,મીઠું,આમચૂર પાઉડર
  11. બાફેલા વટાણા અને બટાકા
  12. કોથમીર
  13. સર્વિંગ માટે
  14. ટોમેટો કેચઅપ
  15. લીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક કથરોટ લઈ તેમાં મેંદો,ઘઉં નો લોટ,તેલ લઇ મિક્સ કરો.ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી સોફ્ટ લોટ બાંધી ને 1/2કલાક માટે ઢાંકી ને મૂકી દો.

  2. 2

    સ્ટફિંગ માટે એક પેન માં બે ચમચી તેલ લઇ તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમરીને ડુંગળી ઝીણી સમારી નાખો.ત્યારબાદ તેમાં મીઠું,લાલ મરચું,આમચૂર પાઉડર નાખો અને હલાવો.

  3. 3

    ત્યારબાદ બટાકા ને મ્સ કરી નાખો અને મિક્સ કરી 2 મિનિટ હલાવો.કોથમીર છાંટી ઠંડુ કરવા મુકો.

  4. 4

    હવે લોટ માંથી લુવો બનાવી રોટલી જેવું વણવું.વચ્ચે થી કાપો પાડવો.આ રીતે બધા લુવા બનાવી વણી ને સમોસા માટે શીટ તૈયાર કરો.

  5. 5

    હવે એક શીટ લઈ તેને ફોલ્ડ વાળી મેંદા ની પેસ્ટ થી ચોંટાડી તેમાં સ્ટફિંગ ભરી ને સમોસા બનાવી લો.ત્યાર બાદ તેને તેલ માં ડીપ ફ્રાય કરી લો.ગોલ્ડન થાય ત્યાં સુધી તળવા.

  6. 6

    ત્યાર બાદ તેને સર્વિગ ડિશ માં લઇ કેચઅપ અને લીલી ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urja Doshi Parekh
Urja Doshi Parekh @cook_25909909
પર
મને ખાવા અને ખવડાવવા નો ખૂબ જ શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes