ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)

Bindi Vora Majmudar
Bindi Vora Majmudar @Bgv8686
શેર કરો

ઘટકો

૪૫-૫૦ મીનીટ
  1. ૪ નંગમોટા લાંબા બટાકા
  2. બાઉલ ડુંગળી ઊભી સમારેલી
  3. ૧/૩બાઉલ કેપ્સિકમ લાંબી ચીરી સમારેલી
  4. ૧ ચમચીબારીક સમારેલુ લસણ
  5. નાનો ટુકડો આદુ બારીક સમારેલુ
  6. ૧/૨ કપલીલી ડુંગળી સમારેલી
  7. ૧.૫ કપ મેંદો
  8. ૩ ચમચીકોનૅફ્લોર
  9. ૨ ચમચીરેડ ચીલી સોસ
  10. ૧ ચમચીસોયા સોસ
  11. ૧ નાની ચમચીવિનેગર
  12. ૩ ચમચીટોમેટો કેચઅપ
  13. ૨ ચમચીમરીનો ભૂકો
  14. મીઠુ જરુર મુજબ
  15. તેલ જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

૪૫-૫૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બટેટાને ધોઈ છોલીને લાંબી ચીપ્સ કરી લો. તેમાં મીઠુ નાખી હલાવી ચારણીમા છૂટી પાથરી ઢોકળીયામાં વરાળથી ૯૦% જેટલી બાફી લો.

  2. 2

    હવે એક બાઉલમાં મેંદો, કોનૅફ્લોર લઈ તેમાં રેડ ચીલી સોસ, મરીનો ભૂકો ને મીઠુ નાખી ભજીયાની જેમ ખીરુ બનાવી લો.

  3. 3

    હવે કડાઈમાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં બટેટાની ચીપ્સને ખીરામાં બોળી તેલમાં નાખી સરસ આછી ગુલાબી તળી લો.

  4. 4

    હવે એક પેનમાં તેલ લઈ તેમાં બારીક સમારેલુ આદુ અને લસણ નાખો. હવે તેમા ડુંગળી ઊભી મોટી સમારેલી નાખી સાંતળો.

  5. 5

    ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થાય એટલે તેમા કેપ્સિકમની લાંબી ચીરી સમારેલી નાખો. તેમાં ટેસ્ટ મુજબ મીઠુ નાખી હલાવી લો.

  6. 6

    હવે એક વાટકીમાં સોયાસોસ, રેડ ચીલી સોસ, ટોમટો કેચઅપ, વિનેગર લઈ સરસ મીકસ કરી લો. કેપ્સિકમ થોડા સંતળાય જાય એટલે તેમાં આ બધા સોસનુ મીશ્રણ નાખી સરસ હલાવી લો.

  7. 7

    હવે તેમાં તળેલા બટેટાની ચીપ્સ એડ કરી સરસ મીકસ કરી લો. તેમાં મરીનો ભૂકો તથા લીલી ડુંગળી નાખી હલાવી દો. તો તૈયાર છે ગરમ અને ટેસ્ટી ડ્રેગન પોટેટો.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindi Vora Majmudar
પર

ટિપ્પણીઓ

Similar Recipes